• Home
  • News
  • દિલ્હીમાં બે મહિના પછી ગાર્ડન ખુલ્યા, વિદેશી નાગરિક ખરીદી કરતા જોવા મળ્યા
post

દિલ્હીમાં ગુરુવારે તમામ પાર્ક અને ગાર્ડન લોકો માટે ખોલાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 09:55:08

નવી દિલ્હી: લોકડાઉનના ચોથા તબક્કામાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. દેશભરમાં અલગ-અલગ માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં બે મહિના પછી જાહેર પાર્કને ખોલવામાં આવ્યા. ગુરુવારે લોકો મોર્નિંગ વોક અને અમુક લોકો એક્સરસાઈઝ કરતા જોવા મળ્યા. રાજસ્થાનના પુષ્કરમાં પણ બજારો ખુલ્યા હતા. દેશમાં અલગ-અલગ વિસ્તારમાં ઘર પરત જવાની વાતથી મજૂરો ખુશ છે.

જુઓ અલગ-અલગ રાજ્યની તસવીરો

દિલ્હી : દિલ્હીમાં ગુરુવારે તમામ પાર્ક અને ગાર્ડન લોકો માટે ખોલાયા છે. જેમાં નહેરુ પાર્ક, લોધી ગાર્ડન, તાલકટોરા ગાર્ડનનો સમાવેશ થાય છે. આ માટે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજે 3.30 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી સમય નક્કી કરાયો છે.

રાજસ્થાન: લોકડાઉન-4માં રાજસ્થાનમાં જિંદગી ધીમે ધીમે પાટા ઉપર આવવાની શરૂઆત થઈ રહી છે. બીકાનેર, પુષ્કર અને હનુમાનગઢ સહિત અન્ય શહેરોમાં પણ ગુરુવારે બજારો ખુલ્યા હતા. જયપુરમાં અમુક વિસ્તારમાં ઢીલ આપવામાં આવી. અહીં જરૂરી સામાનની ડિલીવરી કરાઈ હતી. પુષ્કરમાં પણ બે મહિના પછી બજાર ખુલ્યા. વિદેશી નાગરિક ખરીદી કરતા જોવા મળ્યા.

ઝારખંડ :
બીજા રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો આવવાના ચાલું છે. અહીં લોકડાઉનમાં ઢીલ મળ્યા પછી ઈલેક્ટ્રિક, મોટર પાર્ટ્સ, સ્ટેશનરી, મોબાઈલ દુકાન અને સલૂન ખુલ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post