• Home
  • News
  • ઉત્તરાખંડમાં દુનિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન બન્યું, સીએમ ત્રિવેન્દ્ર સિંહે ફોટોઝ શેર કર્યા
post

મુનસ્યારી ગામમાં દુનિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન બન્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:16:57

ગુડ ન્યૂઝ: હાલમાં ઇન્ટરનેટ પર સુંદર ટ્યૂલિપ ગાર્ડનના ફોટોઝ શેર થઇ રહ્યા, આ ફોટો કોઈ વિદેશ નહિ પણ ભારતના ઉત્તરાખંડ રાજ્યના છે. રાજ્યમાં આવેલા મુનસ્યારી ગામમાં દુનિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન બનીને તૈયાર છે.  આ સમાચાર મુખ્યમંત્રી ત્રિવેદ્ર સિંહે આપ્યા છે. ગાર્ડન કુલ 30 હેક્ટરમાં ફેલાયેલું છે. સીએમ ત્રિવેન્દ્ર સિંહે પોસ્ટમાં લખ્યું કે, મારા ડ્રીમ પ્રોજેક્ટ ટ્યૂલિપ ગાર્ડનના ફોટોઝ શેર કરીને મને ખુશી થાય છે. હું હંમેશાં મુનસ્યારી ગામમાં દુનિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન બનાવવા માગતો હતો. 

મુનસ્યારી નેચર એજ્યુકેશન એન્ડ ઇકો પાર્ક સેન્ટરમાં મુલાકતીઓને ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ ગાર્ડનની ખાસ વાત તો એ છે કે, તેની પાછળ હિમાલયની પંચાચુલી પર્વત શ્રેણી દેખાય છે. પિથોતાગઢ જીલ્લામાં આવેલું આ મુનસ્યારી ગામ ઉત્તરાખંડના ફેમસ ટુરિસ્ટ ડેસ્ટીનેશનમાંનું એક છે. આ ગામ નૈનીતાલથી આશરે 264 કિલોમીટર દૂર આવેલું છે. દર વર્ષે હજારો પર્યટકો અહિની સુંદરતા જોવા આવે છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post