• Home
  • News
  • ડ્યૂટીમાં તહેનાત પોલીસકર્મીને હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવશે, આ દવાના સેવનથી સંક્રમણ ઓછું થાય છે
post

નોન-કોવિડ હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓ તથા અન્ય સ્થળોએ ફ્રન્ટલાઇન પર કામ કરતા લોકોને અપાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:02:14

નવી દિલ્હી: દેશમાં હવે કોરોના ડ્યુટીમાં તહેનાત પોલીસકર્મીઓ તથા અર્ધલશ્કરી દળોને પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા અપાશે. કન્ટેઇનમેન્ટ ઝોન તથા વિવિધ સ્થળે ફ્રન્ટલાઇન પર કામ કરતા કર્મચારીઓને પણ આ દવા અપાશે. જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ નથી ત્યાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓએ પણ આ દવા લેવી પડશે. આઇસીએમઆર, સ્વાસ્થ્ય મંત્રાલય, એઇમ્સ તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સહિત કેટલાક સંસ્થાનોના પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના સેવનથી સંક્રમણનું જોખમ ઓછું થયું છે.


કુલ 1,323 લોકોને આ દવા આપવામાં આવી
જોકે, તેની અમુક આડઅસરો પણ થઇ છે પરંતુ તે વધુ ગંભીર નથી. એવામાં જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપ તથા નેશનલ ટાસ્ક ફોર્સએ આ દવા કોની આપવાની છે તેનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે. દિલ્હીની 3 સરકારી હોસ્પિટલમાં આ દવા પર અભ્યાસ કરાયો હતો. કુલ 1,323 લોકોને આ દવા આપીને આડઅસરો જોવામાં આવી. 214 લોકોમાં સામાન્ય આડઅસરો જોવા મળી. અમુક લોકોને પેટનો દુખાવો, ઉબકાં-ઉલટી તો કોઇને હાર્ટ સંબંધી તકલીફ થઇ. 7-8 લોકોને ગંભીર તકલીફો થઇ. આ વખતે દવા લેનારને વિશેષ તકેદારી રાખવા અને નિયમિતપણે ઇસીજી કરાવવા સલાહ અપાઇ છે.

adv

Related News

post
post
post
post
post
post
post