• Home
  • News
  • રઘુવંશે ઉપપ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું, 5 MLC JDUમાં જોડાયા,રાબડી વિપક્ષના નેતા તરીકે પદ ગુમાવશે
post

રઘુવંશ પ્રસાદ સિંહ પાર્ટીમાં ભૂતપુર્વ સાંસદ રામા સિંહને પક્ષમાં સામેલ કરવાના પ્રયત્નને લઈ નારાજ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 09:06:24

પટના: બિહાર વિધાસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મંગળવારે RJDને એક પછી એક ત્રણ ઝાટકા લાગ્યા હતા. પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા રઘુવંશ પ્રસાદ સિંહને ઉપપ્રમુખ પદ પરથી રાજીનામુ આપી દીધું. બીજો, 5 MLCRJD છોડી JDUમાં જતા રહ્યા. પાંચ MLCના રાજીનામા બાદ હવે વિધાન પરિષદમાં રાબડી દેવીનું વિપક્ષ તરીકેનું પદ જાય તે નક્કી છે.


બિહાર વિધાન પરિષદમાં કુલ 75 બેઠક છે. વિપક્ષ નેતા બનવા માટે 8 બેઠકની જરૂર હોય છે. 5 MLCએ પાર્ટી છોડ્યા બાદ તેની પાસે હવે ફક્ત 3 MLC બચ્યા છે. આ સંજોગોમાં રાબડી દેવીનું વિપક્ષ નેતા તરીકેનું પદ ટૂંક સમયમાં જઈ શકે છે.

રામા સિંહને પાર્ટીમાં લાવવાના પ્રયત્નને લઈ રઘુવંશ નારાજ હતા
ભૂતપુર્વ સાંસદ રામ સિંહને પાર્ટીમાં લાવવાના પ્રયત્નનોથી નારાજ RJDના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રઘુવંશ પ્રસાદ સિંહે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રામા સિંહે તાજેતરમાં જ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એવું માનવામાં આવતુ હતું કે તે RJDમાં સામેલ થઈ શકે છે. રામા સિંહે 29 જૂનના રોજ RJD સાથે જોડાવાની વાત કરી હતી. બાદમાં રઘુવંશ પ્રસાદ સિંહ ખૂબ જ નારાહ હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post