• Home
  • News
  • રાહુલ ગાંધી માનહાનિ કેસ:રાહુલે સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરતા ફરિયાદી પક્ષે સુરત કોર્ટમાં વાંધા રજૂ કર્યા
post

કન્વિક્શનને પડકારતી અરજી પર કોર્ટે કહ્યું કે, બીજા પક્ષને સાંભળ્યા વિના કોઈ આદેશ આપી ના શકાય

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-11 20:49:05

સુરત: રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા થયા બાદ ખૂબ જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થઈ જતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. રાહુલ ગાંધીની દિલ્હીથી આવેલી લીગલ ટીમ દ્વારા જે સજા ફટકારવામાં આવી હતી, જેને લઈને રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. આથી ફરિયાદી પક્ષે આ અપીલને લઈને કોર્ટમાં વાંધા રજૂ કર્યા છે.

નીચલી કોર્ટે જે પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા તે રજૂ કરાયા
ફરિયાદી પક્ષના એડવોકેટ કેતન રેશમવાલે જણાવ્યું હતું કે, 13મીની સુનાવણીને લઈ રાહુલ ગાંધી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેના ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલાં નામદાર કોર્ટે મૂળ ફરિયાદી પક્ષને વાંધા રજૂ કરવાનો હુકમ કરતા આજે અમે વાંધા રજૂ કર્યા છે. જેમાં કાયદાકીય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે, તેમજ રાહુલ ગાંધીના કેરેક્ટરને લઈને પણ કેટલીક બાબતો રજૂ કરવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા જે પૂરાવાઓને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. આ પુરાવા વાંધા અરજી સાથે મૂકવામાં આવ્યા છે. જેની એક કોપી બચાવ પક્ષના વકીલને પણ આપવામાં આવી છે.

સ્ટે ઓફ કન્વિક્શનને લઈને વાંધા રજૂ થયા
રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેને કારણે તેમનું સંસદ પદ પણ રદ થઈ ગયું છે, રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલાર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં મોદી નામની અટકવાળા ચોર હોય છે તે પ્રકારની વાત કરી હતી. જેને લઈને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ રાહુલ ગાંધી સામે દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા તેમણે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી છે. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.

કન્વિક્શન પરની સુનાવણી 13મીએ હાથ ધરાશે
કન્વિક્શનને પડકારતી અરજી પર કોર્ટે કહ્યું કે, બીજા પક્ષને સાંભળ્યા વિના કોઈ આદેશ આપી ના શકાય. આ કેસમાં ફરિયાદકર્તા અને ગુજરાત સરકારને 10 એપ્રિલ સુધી જવાબ આપવા નોટિસ આપવામાં આવી છે. 13 એપ્રિલે કોર્ટમાં આ અરજી પર સુનાવણી થશે. સાથે જ સુનાવણી દરમિયાન રાહુલે હાજર રહેવું જરૂરી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post