• Home
  • News
  • ઉત્તર ભારતમાં 6 રાજ્યમાં વરસાદ-વાવાઝોડું, ઉત્તર પ્રદેશમાં 14 લોકોનાં મોત
post

નાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:39:16

નવી દિલ્હી: કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે રેતીનું તોફાન જોવા મળ્યું હતું. વરસાદ સાથે ભારે પવનને પગલે દિલ્હીમાં કેટલાક સ્થળે વૃક્ષો, નાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા. આ દરમિયાન દિલ્હીમાં વરસાદ પડતાં ગરમીથી ત્રાહિમામ લોકોએ રાહતનો દમ લીધો હતો. 


અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી 
ઉત્તર પ્રદેશમાં 18 જિલ્લામાં રવિવારે સવારથી આંધી-તૂફાન અને વરસાદ તથા વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઝાંસીમાં મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા. અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે આગામી બે-3 દિવસ સુધી દેશના વિવિધ ભાગમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post