• Home
  • News
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે રસ્તા પર ગાડા ચલાવ્યા, કિસાન સંઘે ઘોડો ચલાવ્યો, AAPએ સહી ઝુંબેશ કરી, અનેકની અટકાયત
post

શહેરનાં 18 વોર્ડના નેતાઓએ રસ્તા પર ગાડા ચલાવી વિરોધ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 12:15:19

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને નેતાઓએ રસ્તા પર ગાડા ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો. 144ની કલમ અમલમાં હોવાથી પોલીસે અશોક ડાંગર અને મહેશ રાજપુતની અટકાયત કરી છે અને ગાડા પણ જપ્ત કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ સહી ઝુંબેશ હાથ ધરી ત્રિકોણબાગ ખાતે વિરોધ નોંધાવ્યો છે. કિસાન સંઘે ઘોડા પર બેસી કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા.

18 વોર્ડના નેતાઓએ રસ્તા પર ગાડા ચલાવી વિરોધ કર્યો
રાજકોટમાં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસના આગેવાનો અને અલગ અલગ વોર્ડના સ્થાનિક નેતાઓ શહેરના રાજમાર્ગો પર ગાડા લઈને નીકળ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ સાથે જ 'જનતા જાગે ભાજપ ભાગે' અને 'પેટ્રોલનો ભાવ વધારો પાછો ખેંચો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ ગાડામાં મોદી અને મનમોહનસિંહના પોસ્ટર મારી બંનેના કાર્યકાળ દરમિયાન સમયના પેટ્રોલ-ડીઝલના ભાવ લખ્યા હતાં.  

આમ આદમી પાર્ટીએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ત્રિકોણબાગ ખાતે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બેનરો સાથે કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post