• Home
  • News
  • હેલ્મેટ મુદ્દે ગુજરાત સરકારે ફરીથી લીધો યુ-ટર્ન, હવેથી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત થશે, પાછળ બેસનારે પણ…
post

ગુજરાત હાઈકોર્ટમાં હેલ્મેટ મરજિયાત કરવા બદલ થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટમાં સુનાવણી થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-28 11:14:50

હેલમેટ મુદ્દે ગુજરાત સરકારે ફરીથી યુ-ટર્ન લીધો છે. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ  હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે હવેથી હેલ્મેટ ફરજીયાત છે. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ધારદાર દલીલો કરી હતી. અને જણાવ્યું ગુજરાત સરકારે યુ-ટર્ન લીધો હોય તેમ જણાવ્યું હતું કે, હેલ્મેટ મરજીયાત મુદ્દે કોઈ પરિપત્ર રદ કર્યો નથી. હવેથી પાછળ બેસનારે પણ હેલમેટ ફરજીયાત પહેરવું પડશે. ત્યારબાદ ગુજરાત હોઈકોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો હતો.

 

વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટમાં હેલ્મેટ મરજિયાત કરવા બદલ થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટમાં સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. સરકારે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત છે તેમ જણાવ્યું હતું. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. પહેલા કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરજીયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

 

ગુજરાતમાં હેલ્મેટ મુદ્દે રાજ્ય સરકારે લીધેલા યૂ-ટર્ન બાદ ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી રહી છે. રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી સરકારમાં યુ-ટર્ન સામાન્ય બાબત છે. ભાજપના રાજમાં વિચાર કર્યા વગર નિર્ણયો લેવાના કારણે યુ-ટર્ન લેવા પડી રહ્યા છે. રોજ કાંઈક નવું કરવાની લાલસાના કારણે અમુક નિર્ણયોમાં ફેરબદલ કરવો પડ્યો છે. જો વિચારીને નિર્ણય કરવામાં આવે તો વારંવાર બદલાવ ના કરવા પડે.

 

ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે.

 

બીજી બાજુ હેલ્મેટ મુદ્દે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય બાદ સુરતવાસીઓમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. હેલ્મેટ મરજીયાત કરવાની જાહેરાત પર સુરતીઓએ પોતાના રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર એક નિર્ણય લે, તેનાથી રાજ્યની જનતાને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર પોતાના ફાયદા માટે વારંવાર નિયમોમાં ફેરબદલ કરે છે. રાજ્ય સરકાર પોતાનો ફાયદો વિચાર્યા વગર ક્યાં તો લોકોની સુરક્ષા જોવે ક્યાં તો RTO તિજોરી ભરે છે, તે દેખાતું નથી. હવે હાઇકોર્ટની સુનાવણી ઉપર સૌ કોઈની નજર છે.

 

સુરતના જાગૃત નાગરિકે જાહેરહિતની અરજી કરી છે
હેલ્મેટ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પિટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવેલું છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામે પોતાની વાતો/દલીલો રજુ કરી શકે.

 

4 વર્ષના બાળકને હેલ્મેટમાંથી મુક્તિ
સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલર ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને શીખ સમુદાયને કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989માં ટુ વ્હિલર પાછળ બેસવાવાળી મહિલા અને 12 વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ કેમ?

 

adv

Related News

post
post
post
post
post
post
post