• Home
  • News
  • એક મહિનામાં પાયલટના 117 ટ્વિટ / જેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25, ચીન મુદ્દે PMને પુછ્યુ- જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા;એકમાં લખ્યું- મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉં
post

સચિન પાયલટના પત્ની સારાએ રવિવારે એક પછી એક 6 ટ્વિટ કર્યા, લખ્યું- રાજસ્થાનનું ભવિષ્ય પાયલટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:11:07

નવી દિલ્હી: રાજસ્થાનની કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં જોવા મળી રહી છે. સોમવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે. કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠકમાં સચિન પાયલટ સામેલ નહીં થાય. પાયલટ જૂથ તરફથી દાવો કરાઈ રહ્યો છે કે તેમના સમર્થનમાં 30 ધારાસભ્ય છે. તો આ તરફ ગેહલોત જૂથના 100થી વધુ ધારાસભ્યોએ સમર્થનનો દાવો કર્યો છે. આ આખાય મામલા અંગે BJPએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.

શું સચિન સિંધિયા બનશે 
તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી અને રાજ્યમાં ભાજપની સરકાર આવી ગઈ હતી. ભાજપે સિંધિયાને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે એવા અનુમાન લગાવાઈ રહ્યા છે કે મધ્યપ્રદેશનો રાજકીય ઘટનાક્રમ રાજસ્થાનમાં ફરી બની શકે છે અને ભાજપ માટે પાયલટ, સિંધિયાની ભૂમિકા ભજવી શકે છે.

છેલ્લા એક મહિનામાં સચિન પાયલટે કુલ 117 ટ્વિટ કર્યા છે. જેમાંથી કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25 ટ્વિટ કર્યા છે. જેમા તેમણે ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચેની હિંસક અથડામણ, પેટ્રોલ , ડિઝલના વધતા ભાવ, કોરોના મહામારી અને પ્રિયંકા ગાંધીની સુરક્ષા હટાવવા અંગેના ટ્વિટ કર્યા છે.

કેન્દ્ર સરકાર બદલાનું રાજકારણ કરી રહી છે
8
જુલાઈએ સચિન પાયલટે લખ્યું કે, કેન્દ્ર સરકાર બદલાનું રાજકારણ કરી રહી છે. લોકતંત્રમાં વિપક્ષને દબાવીને ખતમ ન કરી શકાય. કારણ કે, એક સાચો વિપક્ષ જનતાનો અવાજ હોય છે. તપાસના નામે માત્ર જ્વલંત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, આનાથી કોંગ્રેસ ડરી નહી જાય.

3 જુલાઈએ પાયલટે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચીને અમારી જમીન છીનવી લીધી છે. આ વીડિયો રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યો હતો. 
2
જુલાઈએ પાયલટે પ્રિયંકા ગાંધીની SPG સુરક્ષા હટાવવા અંગે ટ્વિટ કર્યું હતુ અને કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે લખ્યું હતું દેશમાં એવા ઘણા નેતા છે, જેમની પાસે પદ ન હોવા છતા પણ સુરક્ષા આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી જીને ટાર્ગેટ કરવાનું પુરી રીતે રાજકારણ છે. જ્યારે દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, એવામાં SPG સુરક્ષા હટાવવી પ્રાથમિકતા ન હોવી જોઈએ.

પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે કેન્દ્ર સરકારનો વિરોધ 
29
જૂને પાયલટે લખ્યું કે, જ્યાં એક બાજુ આખો દેશ અને દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યાં બીજી બાજુ કેન્દ્ર સરકાર વારં વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ તથા ખેડૂતો પર આર્થિક પ્રહાર કરવાનું કામ કરી રહી છે.

એ દિવસે બીજા ટ્વિટમાં પાયલટે લખ્યું કે, કોરોના મહામારીના આ સંકટના સમયમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતો તથા તેની પર લાગનારા કેન્દ્રીય ઉત્પાદ શુલ્કમાં સતત વધારો કરીને જનતા પર અનાવશ્યક ભારણ નાંખવાનું કામ કર્યું છે, જેનાથી સામાન્ય જનતા રોષ અને અસંતોષની લાગણી અનુભવી રહી છે. 

26 જૂને પાયલટે ગલવાનમાં શહીદ થયેલા જવાનો અંગે ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, આપણી સરહદોને મજબૂત તથા સુરક્ષિત રાખવા માટે આખો દેશ એકજૂથ છે. આપણી અંદર એકબીજા સાથે વિવાદ હોઈ શકે છે પણ જ્યારે સેના અને ભારત માતાની વાત આવે છે તો આખો દેશ એક છે અને રહેશે. જે લોકોની જવાબ આપવાની જવાબદારી છે, તેને આગળ આવી સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણી સીમાનું ઉલ્લંઘન થયું છે કે નહીં. 

ચીન મુદ્દે વડાપ્રધાનને સવાલ
આ દિવસે એક બીજા ટ્વિટમાં પાયલટે કેન્દ્રને સવાલ પુછતા લખ્યું કે, તાજેતરમાં શહીદ થયેલા 20 જવાનોને આજે કોંગ્રેસ અને આખા દેશે શ્રદ્ધાંજલિ આપી છે. જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા ? ચીન અતિક્રમણનો દાવો કરી રહ્યું છે. વડાપ્રધાન અને રક્ષા મંત્રાલય સ્પષ્ટતા નથી કરી રહ્યા. જવાનોનું મનોબળ વધારવા માટે આપણે શું કરી રહ્યા છીએ? જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના બીજા નેતા પણ સતત આ જ સવાલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને પુછી રહ્યા છે.

મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉ
23 જૂને પાયલટે લખ્યું કે, જે કાર્યકર્તાઓએ પાંચ વર્ષ સુધી ખભેથી ખભો મળાવીને પાર્ટી માટે તનતોડ મહેનત કરી છે એવા લોકોના માન સન્માનની રક્ષા કરવી મારું પ્રથમ કર્તવ્ય છે. આ સાથે જ તેમણે વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, જે લોકોએ તનતોડ મહેનત કરી છે. તેમને પદ મળવું જોઈએ, સરકારમાં ભાગીદારી મળવી જોઈએ, તેમનો હક અપાવવો મારું કર્તવ્ય છે. તેમની પ્રતિષ્ઠા પર હું આંચ નહીં આવવા દઉં

ભાજપે જે આરોપ લગાવ્યા તે સાચા નથી 
23
જૂને જ પાયલટે રાજ્યસભા ચૂંટણી અંગે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, રાજ્યસભા ચૂંટણીમાં આપણું જે સંખ્યા બળ હતું, તેના આધારે જ પાર્ટીના બન્ને ઉમેદવારોને બહુમતી મળી અને અમે જે મૂલ્યાંકન કર્યું હતું તે સાચું સાબિત થયું. અમારી પાર્ટીના ધારાસભ્ય, અપક્ષ ધારાસભ્ય તથા અમારા સમર્થક પક્ષોના ધારાસભ્ય તમામ સાથે રહ્યા હતા. આ સાથે શેર કરેલા વીડિયોમાં તેમણે કહ્યું કે, આપણા બન્ને ઉમેદવાર જીત્યા, જેનો અર્થ છે કે ભાજપે જે વાત કહી હતી, જે આરોપ લગાવ્યો, તેમાં કોઈ સત્ય નથી.

22 જૂને બીજા એક ટ્વિટમાં પાયલટે લખ્યું કે, કેન્દ્ર સરકારે કોરોના મહામારીના સંકટકાળમાં પણ સતત 17માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી તેમની અસંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યા હોવા છતા પણ સરકાર સતત વધારો કરીને સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો કરી રહી છે.
22
જૂને સચિન પાયલટે લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીએ વર્તમાન ભારત-ચીન મુદ્દાના સંદર્ભમાં ઘણી મહત્વની વાતો કહી છે. કેન્દ્ર સરકારે મનમોહન સિંહજીની વાતોને ગંભીરતાથી લેવી જોઈએ.

20 જૂને તેમણે ફરી એકવાર ચીન મુદ્દા અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે, જે રીતે આપણી પૂર્વ સીમા પર જે ભયાનક ઘટનાક્રમ બન્યો છે, તે દુઃખદ છે, આપણી સીમા પર જે પડકાર આવ્યા છે તેનો સામનો કરવા માટે આપણે એકજૂથ થવું પડશે અને સીમા પર જે તણાવ છે, સરાકરે તેનું સ્પષ્ટીકરણ કરવું પડશે. આજે આપણે સૌ એક છીએ અને આપણી સેના પાછળ પહાડની જેમ ઊભા છીએ.
16 જૂને ગલવાનમાં ચીન સાથે હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. આ અંગે પાયલટે લખ્યું કે, સરકારે આને ગંભીતાથી લઈને તાત્કાલિક ઠોસ અને પૂરતા પગલા લેવા જોઈએ. આખો દેશ એકજૂથ છે. 

સચિન પાયલટની પત્ની સારાએ પણ રવિવારે 6 ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું કે, મોટા મોટા જાદૂગરોના પરેસવા છૂટી જાય છે જ્યારે આપણે દિલ્હી તરફ વળીએ છીએ. તેમના બીજા ટ્વિટમાં સારાએ લખ્યું કે, રાજસ્થાનનું ભવિષ્ય પાયલટ.

 

adv

Related News

post
post
post
post
post
post
post