• Home
  • News
  • સંજય કોઠારી CVC અને બિમલ ઝુલ્કા CIC બનશે, અધીર રંજન ચૌધરીને નહતી ગમી આ પસંદગી
post

મોદીના ઘરે ચાલેલી દોઢ કલાકની બેઠકમાં બંનેના નામની પસંદગી કરવામાં આવી હતી, પંજાબ લોક સેવા આયોગના પૂર્વ સભ્ય અમિતા પાંડોવા નવા સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનર

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:42:31

નવી દિલ્હી: રાષ્ટ્રપતિના સચિવ સંજય કોઠારીને આગામી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) અને બિલમ ઝુલ્કાને આગામી ચીફ ઈન્ફોર્મેશન કમિશનર (CIC) નિયુક્ત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે મંગળવારે સાંજેલી દોઢ કલાકની બેઠક પછી આ બંનેના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્ર બેન્કના પૂર્વ સીઈઓ સુરેશ એન પટેલ સીવીસીમાં નવા વિજિલન્સ કમિશનર બનશે. પંજાબ લોક સેવા આયોગના પૂર્વ સભ્ય અમિતા પાંડોવા નવા સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનર બનળે. કેન્દ્રીય ઈન્ફોર્મેશન કમિશનરમાં ઈન્ફોર્મેશન કમિશનરની ત્રણ પદની નિમણૂક હાલ ટાળી દેવામાં આવી છે. આ વિશે પછી નિર્ણય લેવાશે. CVC અને CICની નિમણૂક કરવા માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી સ્ટેચ્યૂટરી કિમટીની બેઠકમાં ત્યારે વિવાદની સ્થિતિ ઉભી થઈ હતી જ્યારે લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ ત્રણેય નિમણૂક સામે નારાજગી વ્યક્ત કરી હતી.

નાણા સચિવ રાજી કુમારનું નામ CVCની સર્ચ કમિટી અને પછી પ્રસ્તાવિત નિયુક્ત પેનલમાં હોવાથી અધીર રંજન ચૌધરીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૌધરીએ મોદીને સવાલ કર્યા કે, કોઈ વ્યક્તિ પોતાની જ પસંદગી માટે સર્ચ કમિટીનો સભ્ય કેવી રીતે હોઈ શકે? ચૌધરીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાને તેમના વિરોધને સાચો માનીને અચાનક રાષ્ટ્રપતિના સચિવ સંજીવ કોઠારીનું નામ CVC માટે પ્રસ્તાવિત કર્યું હતું. ચૌધરીએ આ વિશે પણ વિરોધ કરીને કહ્યું કે, જે નામ વિશે સર્ચ કમિટીએ વિચાર જ નથી કર્યો તેના કોઈ ગુણ-દોષ પર વિચાર કર્યા વગર આટલા મોટા પદ માટે નિમણૂક કેવી રીતે કરી શકાય? વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે તેમના વિરોધને સાઈડમાં રાખીને બહુમતીના આધારે કોઠારીની પસંદગી કરી છે.

સુરેશ પટેલના નામ ઉપર પણ વિરોધ

·         બેઠકમાં ત્રીજો વિવાદ સુરેશ પટેલના નામ પર થયો હતો. છંટણી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે દોષપૂર્ણ ગણાવીને અધીર રંજન ચૌધરીએ CVCના પદ માટે સુરેશ પટેલના નામનો વિરોધ કરતા કહ્યું હતું કે, જો પીએમ રાજીવ કુમારનું નામ પેનલમાં આવવાની વાતને પ્રક્રિયાગત ખામી માનતા હોય તો પટેલની નિમણૂક કેવી રીતે કરી શકાય? સ્ટેચ્યૂટરી કમિટીમાં સામેલ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમના આ વિરોધને પણ નકારી દીધો અને પટેલની નિમણૂકને ગ્રીન સિગ્નલ આપી દીધી હતી.

·         ચીફ ઈન્ફોર્મેશન કમિશનરના એક અને કેન્દ્રીય ઈન્ફોર્મેશનના ચાર પદની નિમણૂકના પ્રસ્તાવને દોષપૂર્ણ ગણાવીને ચૌધરીએ કમિટીને જણાવ્યું કે, જ્યારે એજન્ડામાં તેમને નામની પેનલ જ આપવામાં નથી આવી તો તે સમજ્યા-વિચાર્યા વગર કોઈના નામ વિશે કેવી રીતે નિર્ણય કરી શકે? ચૌધરીએ દાવો કર્યો છે કે, મારા વિરોધને નકારીને કમિટીએ બહુમતીના આધારે બે પદની નિમણૂક કરી દીધી છે જ્યારે ત્રણ ઈન્ફોર્મેશન કમિશનરની નિમણૂક હાલ ટાળી દેવામાં આવી છે.

અધીર રંજનનો સવાલ- પોતાની જ પસંદગી માટે બનેલી કમિટીમાં કોઈ કેવી રીતે સામેલ થઈ શકે?
બેઠક પછી ભાસ્કર સાથેની વાતચીતમાં લોકસભા કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ નિમણૂક પ્રક્રિયાનો સંપૂર્ણ રીતે વિરોધ કર્યો છે અને તેને બંધારણની જોગવાઈ, પારદર્શિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોઈ વ્યક્તિ પોતાની જ પસંદગી માટે બનાવેલી કમિટીમાં કેવી રીતે સામેલ થઈ શકે અને જ્યારે સીવીસીની નિમણૂકમાં પીએમ પણ તેમની વાત સાથે સહમત હોય તો વીસી માટે કેમ નહીં? વડાપ્રધાનને બધી વાત ડિટેલ્સમાં જણાવ્યા પછી પણ તેમણે મારી વાત ઘ્યાનમાં ન લીધી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post