• Home
  • News
  • વેક્સિનનો બીજો રાઉન્ડ:આગામી 10 દિવસમાં ગુજરાતમાં કોરોના રસીકરણનો પહેલો તબક્કો પૂર્ણ કરવા ટાર્ગેટ, બીજા તબક્કામાં કોવિશીલ્ડને બદલે કોવેક્સિનની રસી અપાશે
post

31 જાન્યુઆરીએ પોલિયોનું રસીકરણ હોવાથી એ દિવસે કોરોના રસીની કામગીરી બંધ રાખવામાં આવશે, ગામડાંનાં રસી કેન્દ્રોમાં વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 11:58:31

કોરોના સામેની રસીકરણનો પ્રથમ તબક્કો આગામી 10 દિવસમાં જ પૂર્ણ કરી લેવાનો રાજ્યના આરોગ્ય વિભાગનો ટાર્ગેટ છે, જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યના 4.33 લાખ આરોગ્યકર્મચારીઓને રસી આપવાની કામગીરી કરવાની છે, જેમાંથી અત્યારસુધીમાં એક લાખનું રસીકરણ થયું છે. જેથી હવે રસીકરણનાં કેન્દ્રો વધારી ટાર્ગેટ પૂરો કરાશે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં રસીકરણની ઝડપ વધારવામાં આવશે. દરરોજ 50,000 કે તેથી વધુને રસી આપવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, તબક્કાવાર નવાં રસીકરણ કેન્દ્રો વધારવામાં આવી જ રહ્યાં છે. તમામ પંચાયતો તથા કોર્પોરેશનોને રસીકરણ કેન્દ્રો વધારવાની સૂચના આપવામાં આવી છે. 31મી જાન્યુઆરીથી પોલિયો રસીકરણ શરૂ કરવાનું હોવાથી અમુક દિવસ કોરોના રસીકરણની કામગીરી અટકાવી પડે તેમ છે.

દરમિયાન ગુજરાતને કોરોના સામેની બીજી રસી કોવેક્સિનનો સ્ટોક પણ મળ્યો છે. દોઢ લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ પૂર્વે કોવિશીલ્ડના 5.41 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં કોવિશીલ્ડ રસીના ડોઝ જ આપવામાં આવ્યા છે. હવે કોવેક્સિન રસી કયા અને ક્યાંરથી આપવી એનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. મોટા ભાગે બીજા રાઉન્ડમાં કોવેક્સિનનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં ગત 23મીએ એક જ દિવસમાં સૌથી વધુ 31,116 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તબીબો તરફથી રસીકરણમાં કોઈ ખાસ ખચકાટ માલૂમ પડયો નથી, એટલે તેઓ પણ આરોગ્યકર્મીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા છે. સૂત્રોએ કહ્યું હતું કે મોટાં શહેરો કરતાં જિલ્લા- ગ્રામ્ય સ્તરે રસી લેનારાઓની સંખ્યા વધી રહી હોવાથી ત્યાં પણ રસીકરણનાં કેન્દ્રો વધારવામાં આવી રહ્યાં છે

adv

Related News

post
post
post
post
post
post
post