• Home
  • News
  • સુરક્ષા યથાવત રખાઈ:અતીક અહેમદને સાબરમતી જેલની હાઈસિક્યુરિટી ઝોનની ખોલી નંબર 200માં ખસેડાયો
post

જો કે, માત્ર જગ્યા જ બદલવામાં આવી છે, પરંતુ અતીકની સુરક્ષા યથાવત જ રાખવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-08 17:17:31

અમદાવાદ: ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ પ્રયાગરાજ પોલીસ કેસમાં સુનવણી માટે લઈ ગઈ હતી, જ્યાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ સાબરમતી જેલમાં અતીકને ફરીથી લાવવામાં આવ્યો છે ત્યારે હવે અતિકને સજા ફટકારતા જેલમાં અતીકની જગ્યા પણ બદલવામાં આવી છે. અતીક અહેમદને હાઇસિક્યુરિટી ઝોનની ખોલી નંબર 200માં ખસેડવામાં આવ્યો છે. જો કે, માત્ર જગ્યા જ બદલવામાં આવી છે, પરંતુ અતીકની સુરક્ષા યથાવત જ રાખવામાં આવી છે.

પાકા કામનો કેદી હોવાથી જેલમાં જગ્યા બદલવામાં આવી
થોડા દિવસ અગાઉ ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ પોલીસે અપહરણ કેસમાં સુનવણી હોવાથી સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ ગઈ હતી. એમપી એમએલએ કોર્ટમાં અતીકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અતીકને સજા મળતા ફરીથી સાબરમતી જેલમાં જ લાવવામાં આવ્યો હતો. અગાઉ કાચા કામનો કેદી હતો પરંતુ હવે પાકા કામનો કેદી હોવાથી તેની જેલમાં જગ્યા બદલવામાં આવી છે.

26 માર્ચે અતીફને લઈને કાફલો નીકળ્યો હતો
26 માર્ચે ઉત્તર પ્રદેશ (UP) પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમ અમદાવાદમાં આવી પહોંચી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અંદર બધું રાબેતા મુજબ હતું. અતીક અહેમદને હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેને આ વિશેની કોઈ જ ખબર નહોતી અને બહાર UP પોલીસ તેને લઈ જવાની કાર્યવાહી કરી રહી હતી. તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થયા બાદ સાંજના 4.30 વાગે અતીકનું છેલ્લું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જે બાદ યુપી પોલીસની ટીમ તેને લઈને બાય રોડ યુપી જવા રવાના થઈ હતી. અતીક અહેમદને જે પ્રિઝનર વાનમાં લઈ જવામાં આવ્યો હતો તેમાં સિક્યુરિટી માટે ફિંગર પ્રિન્ટ લોકથી લઈને બૂલેટપ્રુફ જેકેટ પહેરેલા પોલીસકર્મીઓ હાજર હતા.

અતીક અહમદ ગુજરાતની જેલમાં કેવી રીતે આવ્યો?
19 માર્ચ 2017માં યુપીમાં યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. અતીક બે વર્ષ સપામાં ધારાસભ્ય રહ્યો હતો. 26 ડિસેમ્બર, 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલનું અતીકના માણસોએ ધમકી આપી હતી અને તેનો બધો બિઝનેસ અતીક અહેમદના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. મોહિત જયસ્વાલે ડર્યા વગર અતીક સામે કેસ કર્યો. ત્યાર પછી તેને દેવરિયા જેલમાંથી બરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે, આ કેસની સુનાવણી પહેલાં હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી CBIને સોંપી દીધી અને અતીકને યુપીની બહાર અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવા માટેનો આદેશ આપ્યો હતો. એ સાથે જ દેવરિયા જેલના 5 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post