• Home
  • News
  • સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર:અમદાવાદમાં એટલું ધુમ્મસ કે દિવસે પણ વાહનની લાઇટો ચાલુ કરવી પડી, હવામાનમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં શનિ-રવિવારે માવઠું થવાની આગાહી
post

અમદાવાદનું લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 2.7 ડિગ્રી વધી 15 ડિગ્રી નોંધાતા ઠંડીમાં ઘટાડો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 10:06:02

મધ્ય અરબી સમુદ્રમાં સક્ર્યિ થયેલી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધી રહેલી સિસ્ટમ તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી શુક્રવારે દિવસભર ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. બંને સિસ્ટમની અસરથી અમદાવાદ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી જેવા વિસ્તારોમાં શનિવાર અને રવિવારે વરસાદ થવાની આગાહી છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી 2થી 3 કિમી થઈ હતી. અમદાવાદમાં શુક્રવારે સાંજે 4.30 વાગે એટલું ધુમ્મ્સ હતું કે દિવસે પણ વાહનની લાઇટો ચાલુ કરવી પડી હતી.

તાપમાન 15 ડિગ્રી થતાં ઠંડી ઘટી
અમદાવાદનું લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 2.7 ડિગ્રી વધી 15 ડિગ્રી નોંધાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. જોકે સૌથી વધુ 7.2 ડિગ્રી ઠંડી નલિયામાં નોંધાઈ હતી. હજુ 24 કલાક શહેરમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે.

ક્યાં કેટલું તાપમાન

નલિયા

7.2

ભુજ

8.6

કેશોદ

9.2

રાજકોટ

10.1

કંડલા

10.1

અમદાવાદ

15

વડોદરા

14

 

adv

Related News

post
post
post
post
post
post
post