• Home
  • News
  • ધોરણ 10 પરિણામ:સુરતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવતા ઉજવણી, ડાન્સ-ગરબાની રમઝટ બોલાવી
post

વિદ્યાર્થીઓએ આ સફળતાનો શ્રેય શિક્ષકો અને માતા-પિતાને આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 18:53:08

સુરત: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ સાથે સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ ઢોલના તાલે ડાન્સ અને ગરબા કર્યા હતા.

શહેર અને જિલ્લાએ ડંકો વગાડ્યો
ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સમગ્ર બોર્ડમાં સુરત જિલ્લાએ ડંકો વગાડતા સૌથી વધુ પરિણામ સાથે 2532 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સુરત શહેર અને જિલ્લાએ ડંકો વગાડ્યો છે. સૌથી વધુ 75.64 ટકા પરિણામ અને 2532 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 2532 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

બોર્ડની પરીક્ષામાં ભારે સફળતા પ્રાપ્ત કરી
દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે. આ વર્ષે કુલ 2532 જેટલા વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે કુલ 9274 કેટલા વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. વિદ્યાર્થીઓએ આ સફળતાનો શ્રેય તેમના શિક્ષકો અને માતા-પિતાને આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post