• Home
  • News
  • 283 વર્ષ પછી આવી તબાહી, પશ્ચિમ બંગાળમાં એરપોર્ટ પર વિમાન, હેંગરને નુકસાન
post

કોલકાતા એરપોર્ટ પર તેજ હવાના કારણે હેંગર પણ ધરાશાયી અને વિમાનોને પણ નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 09:08:29

કોલકાતા: સુપર સાઈક્લોન અમ્ફાને પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી છે. કોલકાતા એરપોર્ટ પર બે હેંગરની છત ધરાશાયી થઈ ગઈ છે. આ દરમિયાન એક ખાનગી એરક્રાફ્ટને પણ નુકસાન થયું હતું. ટારમૈક, હેંગર, પાર્કિંગ એરિયા સહિત અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા, જેથી ફ્લાઈટ ઓપરેશન રોકવું પડ્યું હતું. 133 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ત્યાં પાર્ક કેટલાક વિમાનો પણ ખસી ગયા હતા. હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર, કોલકાતામાં 283 વર્ષ પછી આવું વાવાઝોડું આવ્યું છે. આ પહેલા 11 ઓક્ટોબર, 1737ના રોજ આવી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ગંગા નદીના ડેલ્ટામાં પણ ભારે ભૂસ્ખલન થયું હતું. 

આપવીતી: જાણે ઘર પર બુલડોઝર ફરી ગયું!
સુંદરવનમાં રહેતા 35 વર્ષીય બાબુલ મંડલના કહેવા પ્રમાણે, અમારા ઘરો એવા દેખાઈ રહ્યા છે, જાણે તેમના પર બુલડોઝર ફર્યા હોય! અમારું બધું જ તબાહ થઈ ગયું છે. અહીં આશરે 40 લાખની વસતી છે.  નોંધનીય છે કે, ભારત-બાંગ્લાદેશ સરહદે આવેલું સુંદરવન વિશ્વનો સૌથી મોટો નદી ડેલ્ટા છે. અહીંના વાઘ દુનિયામાં બેંગાલ ટાઈગરના નામે જાણીતા છે. 

·         મધ્ય કોલકાતામાં 8 અને દમદમમાં 7.30 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

·         પૂર્વ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણામાં અનેક ઘર ધરાશાયી થઈ ગયા છે. 

·         કોલકાતામાં અનેક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક કાર ડૂબી ગઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post