• Home
  • News
  • ઝૂમ એપ પર પ્રતિબંધની માગ અંગે સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ આપી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો
post

અરજીમાં પ્રાઈવસીના અધિકારના હનનનો આક્ષેપ કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:04:05

નવી દિલ્હી: વીડિયો કોન્ફરન્સિંગ માટે ઉપયોગમાં લેવાતી ઝૂમ એપ પર પ્રતિબંધની દાદ માગતી અરજી અંગે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રાયની બેન્ચે ઝૂમ એપ પાસેથી પણ જવાબ માગ્યો છે. દિલ્હીના હર્ષ ચુઘની અરજીમાં જણાવાયું છે કે ઝૂમ એપ તેના લાખો યુઝર્સના પર્સનલ ડેટાનો દુરુપયોગ કરીને તેમના પ્રાઇવસીના અધિકારનું હનન કરી રહી છે. 


આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
અરજદારનું કહેવું હતું કે આ એપથી રાષ્ટ્રીય સુરક્ષાને પણ મોટો ખતરો છે, કેમ કે ઘણી સરકારી કચેરીઓમાં પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે તે આ એપનો ટેક્નિકલ અભ્યાસ કરે અને ડેટા સિક્યુરિટી માટેનો કાયદો ઘડે. કાયદો ન બને ત્યાં સુધી દેશમાં આ એપના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવે.

adv

Related News

post
post
post
post
post
post
post