• Home
  • News
  • સુરત એરપોર્ટ દિલ્હી અને મુંબઈની જેમ ‘સાઇલન્ટ’ એરપોર્ટ બનશે, 15મીથી માહિતી SMSથી અપાશે
post

એરપોર્ટ પર થતા ધ્વનિ-પ્રદૂષણની સમસ્યાનો હવે અંત આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:37:19

સુરત એરપોર્ટ પર હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મળતી સુવિધાઓ મળતી થશે.તા.15મી જાન્યુ.થી સુરત એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સાઇલન્ટ એરપોર્ટનો દરજ્જો અપાશે.વારંવાર એનાઉન્સમેન્ટને લીધે ધ્વનિ-પ્રદૂષણ અને મુસાફરોને થતી સમસ્યા સદંતર બંધ થશે. સાઇલન્સ એરપોર્ટની જેમ જ હવે સુરત એરપોર્ટ દ્વારા પણ મુસાફરોને ફ્લાઇટ ઊડવાના 4 કલાક પહેલાં મેસેજ કરીને ફ્લાઇટ સંબંધિત પળેપળની માહિતી અપાશે.

વર્ષ 2018માં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો હતો અને 24 કલાક ઓપરેશનની મંજૂરી મળી હતી. હવે સુરત એરપોર્ટને દિલ્હી અને મુંબઈ એરપોર્ટની જેમ સાઇલન્ટ એરપોર્ટ બનાવી દેવાયું છે. આ અગાઉ બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા અને જયપુર સહિતના એરપોર્ટ સાઇલન્ટ એરપોર્ટ બની ચૂક્યાં છે. તા. 15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ પર પહોંચનાર મુસાફરને ચેક ઈન કાઉન્ટર પર ફ્લાઇટ સબંધિત બધી જ જાણકારી આપી દેવામાં આવશે.મુસાફરોએ એનાઉન્સમેન્ટની રાહ જોવી પડશે નહિ.

ઈમર્જન્સી ‌વખતે જ એનાઉન્સમેન્ટ કરાશે
સાઇલન્ટ એરપોર્ટ પર ફ્લાઇટ સંબંધિત જાણકારી એનાઉન્સમેન્ટ કરીને આપવામાં નથી આવતી. ફ્લાઇટ સંબંધિત માહિતી મુસાફરોને એસએમએસ કરી આપી દેવાઈ છે. માત્ર ઇમર્જન્સીની સ્થિતિમાં અથવા તો ખરાબ હવામાન સંબંધિત માહિતી માટે જ એનાઉન્સમેન્ટ કરાઈ છે. સાઈલન્ટ એરપોર્ટ જાહેર થવાથી સુરત એરપોર્ટમાં મુસાફરોને વિશેષ સુવિધા મળશે. જેથી ઘોંઘાટ પ્રદૂષણમાંથી યાત્રીઓને રાહત મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post