• Home
  • News
  • હોટ સ્પોટ વિસ્તારમાં કરાયેલા 128 રેન્ડમ ટેસ્ટમાં એક પણ પોઝિટિવ ન આવતા રાહત
post

સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 24 પર પહોંચ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-10 11:59:46

સુરત: જિલ્લામાં કોરાના પોઝિટિવનો આંકડો 24 પર પહોંચ્યો છે. જે પૈકી ચારના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. હોટ સ્પોટ એવા રાંદેર, બેગમપુરામાંથી 128 લોકોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

 

12 શંકાસ્પદ નોંધાયા

નવા 12 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા.આરોગ્ય વિભાગના રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન કોઈ કેસ પોઝિટિવ આવ્યો ન હતો. હાલ 18 રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ શંકાસ્પદોની સંખ્યા 269 પહોંચી ગઈ હતી જે પૈકી 229ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 22 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.જિલ્લાના 2 કેસ સાથે શહેર અને જિલ્લો થઇ અત્યાર સુધીમાં કુલ 24 પોઝિટિવ કેસ છે અને જે પૈકી 4 લોકોના મોત નીપજી ચુક્યા છે અને 5 લોકો સજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. બુધવારે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા જે પૈકી સોદાગરવાડની મહિલા અને રાંદેર જીમખાના વિસ્તારના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.જે પૈકી પુરુષ દર્દીને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હતો. જ્યારે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post