• Home
  • News
  • સુરતમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ, ત્રણ નવા કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના 74 દર્દી
post

આજના નવા ત્રણ પોઝિટિવ કેસમાં બે અમદાવાદ અને એક સુરતનો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-01 10:18:22

અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ નવા પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 74 દર્દી નોંધાયા છે. જેમાંથી  6 લોકોના મૃત્યુ થયા છે. સાંજે સુરતમાં 28 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પ્રજાની સેવાના ભાવથી નોકરી કરોકૃષ્ણનગર જેવી ઘટના ચલાવી નહીં લેવાયઃDGP

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે,લોકડાઉનનો સમય મુશ્કેલી ભર્યો છે.પોલીસ પોતાની સારી કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહી છે.પોલીસને સંવેદનશીલ બની ફરજ બજાવવા કહ્યું છે તેમ લોકો પણ સંવેદનશીલ બને. કેટલાક લોકો મેડિકલ કર્મચારીઓને પરેશાન કરે છે. લોકો પોતાના વિસ્તારમાં રહેતા ડોકટર, પેરામેડીકલ સ્ટાફને હેરાન કરે છે. મકાન ખાલી કરવાનું કહે છે જે ચલાવી નહિ લેવાય.પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. પોલીસનો સંપર્ક કરો.પ્રજાની સેવાના ભાવથી નોકરી કરો. કૃષ્ણનગર જેવી ઘટના ચલાવી નહીં લેવાય. પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે સર્વે પૂર્ણ,તબીબો- પોલીસ જીવના જોખમે કામ કરે છેઃ નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આરોગ્ય વિભાગનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સરકારે કોરોનાને લઈ વહેલીતકે પગલા લેવાની શરૂઆત કરી હતી. ગુજરાતને સલામત રાખવામાં મોટાભાગે સફળ રહ્યાં છીએ. દરરોજ જરૂરી નિર્ણય કરવામાં આવે છે. કોરોનાને કારણે અન્ય દેશોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ગરીબોને સમાજસેવી સંસ્થાઓ મદદ કરી રહી છે. જીવના જોખમે તબીબો અને પોલીસ કામ કરી રહ્યા છે.

ગુજરાત અપડેટ

>>કોરોના સામે લડવા માટે પીએમ મોદીના માતા હીરાબાએ પોતાની અંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં રૂ.25000 હજારનું દાન આપ્યું છે.

>> આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.

>>વિવિધ સહકારી બેન્કો અને વાણિજ્યિક સંસ્થાઓએ રૂ. 1,55,62,000ના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અર્પણ કર્યો

>>અરવલ્લીની રતનપુર બોર્ડર પર રાજસ્થાન પોલીસે શ્રમિકોને જવા ન દેતા તેમની હાલત દયનીય થઈ ગઈ છે.

>> અમદાવાદના નિકોલમાં શાકભાજીની લારી ઉંધી કરનાર પીઆઇને સસ્પેન્ડ કરાયા

>> વડોદરામાં કોરોના વાઇરસથી સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને રજા આપવામાં આવી.

>> અરવલ્લીની રતનપુર બોર્ડર પર શ્રમિકો ફસાયા, રાજસ્થાન પોલીસે જવા ન દેતા હાલત દયનીય

>> રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને ગાંધાનગરમાં સર્વેલન્સ સઘન બનાવાયું

>> રાજકોટમાં કરોનાના 16 જેટલા શંકાસ્પદ દર્દીઓના બ્લડ નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા

>> રાજકોટમાં લોકોમાં કોરોનાની ગંભીરતા અંગે જાગૃતિ લાવવા પોલીસે ગીત બહાર પાડ્યું

>> સુરતના રાંદેરમાં પોઝિટિવ કેસ મળ્યા બાદ લોકડાઉનની અસર, બહાર નીકળતા લોકોની સંખ્યા પણ ઘટી

 

 

adv

Related News

post
post
post
post
post
post
post