• Home
  • News
  • ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકને સંક્રમણ થયું, ગર્ભનાળમાં કોરોનાના કણ મળ્યા અને સોજો જોવા મળ્યો
post

અમેરિકામાં ટેક્સાસનો કિસ્સો, માતા કોરોના પોઝિટિવ હોવાથી ડિવિલરી બાદ નવજાતમાં લક્ષણો જોવા મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 11:58:00

અમેરિકામાં પ્રેગ્નન્સી દરમિયાન નવજાતમાં કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જે પુરાવા મળ્યા છે તે દર્શાવે છે કે, બાળકીને સંક્રમણ પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું. માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નવજાત બાળકીને તાત્કાલિક ICUમાં લઈ જવામાં આવી હતી. ડિલિવરીના બીજા દિવસે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

તેમાં કોરોના સંક્રમણના બે લક્ષણો જોવા મળ્યા. તેને તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. વૈજ્ઞાનિકોએ અમેરિકાના ટેક્સાસમાં જન્મેલી બાળકીના ગર્ભનાળની તપાસ કરી તો તેમાં કોરોનાના કણ મળી આવ્યા અને સોજો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોની ટીમના જણાવ્યા પ્રમાણે, આ પુરાવા દર્શાવે છે કે, બાળકીને સંક્રમણ ગર્ભમાં જ થયું હતું.

ગર્ભાશય સુધી કોરોના પહોંચી શકે છે
ઈટાલીના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ગત સપ્તાહે ગર્ભાશયમાં વાઈરસના ટ્રાન્સમિશનનો કેસ સામે આવ્યો છે. કોર્ડના બ્લડ અને ગર્ભનાળમાં કોરોના જોવા મળ્યો છે. મહામારીની શરૂઆતથી જ ગર્ભાશયમાં સંક્રમણ ફેલાવા પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 

સંશોધકોના અનુસાર, HIV, ઝિકા અને બીજા વાઈરસ ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકોને સંક્રમિત કરી શકે છે. પરંતુ તાજેતરમાં જે કેસ સામે આવ્યો છે તેનાથી એ જાણવા મળ્યું કે, કોવિડ-19ના કેસમાં પણ આવું થઈ શકે છે. 

ગર્ભમાં સંક્રમણના પુરાવા સાથે પહેલું રિસર્ચ
બાળકીના કેસ પર રિસર્ચ કરનાર ટેક્સાસ યુનિવર્સિટીના ડો. અમાંડા ઈવાન્સના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં ઘણા એવા નવજાતોની ડિલિવરી થઈ છે, જેમની માતાને કોવિડ-19 હતો પરંતુ નવજાતમાં કોરોના નહોતો. આ પહેલું રિસર્ચ છે જે જણાવે છે કે, પ્રેગ્નન્સીમાં કોરોના સંક્રમણ થઈ શકે છે, કેમ કે, ગર્ભનાળના કોષોમાં કોરોના હોવાનો પુરાવા મળ્યા છે. 

ડિલિવરી સમયથી 3 અઠવાડિયા પહેલા થઈ
સંશોધકોના જણાવ્યા મુજબ, નવજાત પ્રી-મેચ્યોર હતી. તેની સમયના 3 અઠવાડિયા પહેલા ડિલિવરી થઈ છે, કેમ કે, લેબર પેન થવાથી બાળક જે કોથળીમાં હતો, તે મેમ્બ્રેન ફાટી ગઈ હતી. 40 ટકા બાળકોની પ્રી-મેચ્યોર ડિલિવરી થવાનું કારણ આ જ હોય છે. મોટાભાગના સંક્રમણ પણ આ દરમિયાન થાય છે. આ સ્થિતિ કોરોનાવાઈરસના કારણે સર્જાઈ હતી કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. 

21માં દિવસે રજા આપવામાં આવી 
નવજાતની ડિલિવરીના બીજા દિવસે તેમા ફેરફાર જોવા મળ્યા. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તાવ પણ આવ્યો હતો. પહેલાં તેનું કારણ પ્રી-મેચ્યોર ડિલિવરીને માનવામાં આવ્યું પરંતુ, રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને ઘણા દિવસો સુધી ઓક્સિજન આપવામાં આવ્યો, પરંતુ વેન્ટિલેટરની જરૂર નહોતી પડી. 21મા દિવસે તે સંપૂર્ણ સ્વસ્થ થતા માતા અને બાળકીને રજા આપવામાં આવી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post