• Home
  • News
  • લીંબરવાડામાં ફાંસો ખાધેલી હાલતમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
post

16 વર્ષીય સગીર મિલન ની ઝાડ પર લટકતી મળી આવેલી લાશ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:44:37

વિરપુરમહીસાગર જીલ્લાના વિરપુરના લિંબરવાડા ગામે એક ગોઝારી ઘટના ઘટી છે ૧૫ વર્ષીય યુવાન ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના લીંમરવાડાના જમનાવત વિસ્તારનો મીલન રાયભન ઠાકોર નામનો યુવાનની લીંબરવાડા ગામની સીમમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય મૃતદેહ 15 વર્ષના મીલન ઠાકોરનો હોવાનું ખૂલ્યું હતું. મીલન સારસ્વત હાઈસ્કૂલ વિરપુર 10માં ધોરણનો વિદ્યાર્થી છે. જોકે, મૃતદેહ મળી આવ્યા પછી પણ હત્યા હતી કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી.


મૃતદેહ પરથી હત્યા કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલી શકાયો હોતો

મીલનના પરિવારજનોને ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોકકળ મચાવી દીધી હતી. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો મૃતક મીલનના માથે ટોપી હતી અને તેણે બૂટ પણ પહેરેલા હતા. વસ્ત્રોમાં લટકી રહેલા મૃતદેહ પરથી હત્યા કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલી શકાયો નહોતો. ઘટના બાદ વિરપુર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી હતી. વિરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીની હત્યા થઈ છે કે નહીં તેનો ખુલાસો થઈ શકશે.

મૃતક મિલને વિરપુર ટ્યુશન જવાનું કહ્યું હતું
આજે સવારે ચાર વાગ્યાની આસપાસ મીલન અને હું લુણાવાડા જવા નીકળ્યા હતા ત્યાર પછી એટીએમમાથી ૨૮૫૦૦/- રૂપિયા ઉપાડ્યા પછી અમે ધરે આવવા પાછા ફર્યા હતા બાદમાં મીલન પૈસા ઉપાડીને મને આપ્યાં હતાં રસ્તામા મને કહ્યું કે મારે વિરપુર ટ્યુશન હોવાથી તું મને ઉતારીદે તુ ધરે પાછો જતો રહે પછી હું ધરે આવી ગયો હતો. - રાહુલ ઠાકોર, (મૃતકનો નાનો ભાઈ)

પોલીસ અને આચાર્યની વિરોધાભાસ વાત
16
વર્ષીય સગીર મિલનની ઝાડ પર લટકતી મળી આવેલી લાશ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને પ્રાથમિક તપાસમાં પીએસઆઇ જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થી છેલ્લા 2 દિવસ ઉપરાંત થી શાળામાં અભ્યાસ માટે જતો હોવાથી તેના પિતાએ ઠપકો આપતા મીલન આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે મૃતક વિદ્યાર્થી મિલન જે શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળાના આચાર્ય હસમુખભાઈએ જણાવ્યું હતું કે મિલન રેગ્યુલર વિદ્યાર્થી હતો અને નિયમિત શાળામાં આવતો હતો ફક્ત ગત શનિવારે શાળામાં ગેરહાજર રહ્યો હતો.આમ પોલીસ અને આચાર્ય ની વિરોધાભાસી વિગત મૃતક મિલનના મોત અંગે અનેક શંકા ઉપજાવી રહી છે

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post