• Home
  • News
  • બાળકીના પેટમાં પાંચ દિવસ સુધી બંદુકની ગોળી રહેતાં ઇન્ફેક્શન થતાં અમદાવાદ ખસેડાઈ
post

બંદુકની ગોળી વાગી કે બાળકી ગોળી ગળી ગઈ તે મુદ્દે હજુ પણ પોલીસ ફોડ પાડવા તૈયાર નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:33:21

દાંતીવાડામાં બાળકીના પેટમાં વાગેલી બંદુકની ગોળી પાંચ દિવસ બાદ ઓપરેશન કરી બહાર કાઢતાં પેટમાં ઇન્ફેક્શન થતાં ગંભીર હાલતમાં બુધવારે સાંજે અમદાવાદ ખસેડાઈ હતી.બાળકીની સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી હોવા છતાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

દાંતીવાડા બી.એસ.એફ. ફાયરીંગ રેન્જથી 2 કિ.મી. દૂર કુવા પર રહેતા ધૂળસિંહ વાઘેલાની 7 વર્ષીય દીકરી સૂર્યાબાને પેટમાં દુખાવો થતા ડોક્ટરને બતાવવા પાલનપુર આવ્યા હતા ત્યારે ડોક્ટરે પેટમાં કઈક હોવાનું જણાવી તે માટે ઓપરેશન કરવાની સલાહ આપી હતી પરંતુ તે અવગણ્યા બાદ પાંચ દિવસે ઓપરેશન માટે તૈયાર થયા હતા. ગોળી વધુ દિવસો સુધી પેટમાં રહેતા ઇન્ફેક્શન વધ્યું હતું અને તેને અમદાવાદ ખસેડવી પડી છે. જે ખેતરમાં બાળકી દાંતીવાડા ગોળી પ્રકરણ, રમતી હતી,તે સેટેલાઇટ ઇમેજમાં 1.84 કિલોમીટર થાય છે, ત્યારે જો AK 47 જેવી રાયફલમાંથી ગોળી હવામાં ફાયરિંગ કરવામાં આવે તો તે ત્રણ કિલોમીટર સુધી પહોંચી શકે તેવું અનુમાન છે.

દાંતીવાડા નજીક જે ફાયરિંગ રેન્જ આવેલ છે,તે બી.એસ.એફના હવાલે છે,જયારે જયારે પોલીસને ફાયરિંગની પ્રેકટીસ કરવાની હોય છે,ત્યારે તેમને બી.એસ.એફ 109 બટાલિયન પાસે લેખિતમાં ફાયરિંગ કરવાની પરવાનગી માંગવી પડે છે.ફાયરિંગ રેન્જ ખાલી હોય છે ત્યારે બી.એસ.એફ ફાયરિંગ કરવા પરવાનગી આપે છે. ફાયરિંગ વર્ષમાં બે વાર થાય છે.ફાયરિંગ હવામાં કરવામાં આવે તો ગોળીની ગતિ વધી પણ શકે છે,અને ઘટી પણ શકે છે,AK 47 જેવી રાયફલમાંથી છૂટેલી ગોળી ત્રણ કિલોમીટર દૂર સુધી પહોંચી શકે છે.તેવું જાણકારોનું માનવું છે.

પ્રેક્ટીસ દરમિયાન રાયફલમાંથી છુટેલી 3.સે.મી.ની ગોળી ખેતર સુધી પહોંચી હોય તેવું પ્રાથમિક અનુમાન જે ખેતરમાં બાળકી રમતી હતી,તે સેટેલાઇટ ઇમેજમાં 1.84 કિલોમીટર થાય છે, ત્યારે જો AK 47 જેવી રાયફલમાંથી ગોળી હવામાં ફાયરિંગ કરવામાં આવે તો તે ત્રણ કિલોમીટર સુધી પહોંચી શકે તેવું અનુમાન છે.ફાયરિંગ પ્રેક્ટીસ દરમિયાન રાયફલમાંથી છુટેલી 3.સે.મી.ની ગોળી ખેતર સુધી પહોંચી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.

બનાસકાંઠા-રાજસ્થાનમાં થયેલી 10 બાઇકચોરીનો ભેદ ઉકેલાયો
પરફેકટ રેસીડેન્સી નજીકથી ડીસા તાલુકાના ભોયણના હિતેશ સોનારામ ગેલોત (માળી)ને ચોરીના બાઇક નં. આર. જે. 46.એસ. ડી. 0545ને ઝડપી લીધો હતો. જેની પુછતાછ કરતાં તેણે થરાદ, ડીસા, ધાનેરા, રાજસ્થાનના બાગરામાંથી દસ બાઇકની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જે પૈકી બે બાઇકો તેણે ડીસા માર્કેટયાર્ડ નજીક રાખી હોવાનું જ્યારે સાત બાઇકો થરાદની આશાપુરી સોસાયટીમાં રહેતા રમેશભાઇ શંકરભાઇ રાજપૂતને વેચ્યા હોવાનુ જણાવતાં તેની પાસેથી સાત બાઇકો કબ્જે લેવાયા હતા.આ અંગે બંને સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઓપરેશન કર્યા પછી બાળકીની તબિયત સારી હતી, વધુ સમય પેટમાં ગોળી રહેતાં ઇન્ફેક્શન
આ અંગે ડોક્ટર હિરેન જુડાલએ જણાવ્યું હતું કે અમારી પાસે જ્યારે પહેલા પેશન્ટ આવ્યુ ત્યારે જ ઓપરેશન માટે માન્યા નહોતા અને તેઓ દીકરીને લઈને જતા રહ્યા હતા એ દીકરી પાંચ દિવસ સુધી પેટમાં ગોળી લઈને ફરી હતી. બાદમાં અહીં ઓપરેશન માટે લાવ્યા હતા ઓપરેશન કર્યા પછી બાળકીની તબિયત સારી છે પરંતુ અંદર ગોળી વધુ સમય સુધી રહી હતી જેના લીધે ઇન્ફેક્શન થયું છે એટલે બાળકીને અમદાવાદ રિફર કરવી પડી છે.

રિપોર્ટનો અભિપ્રાય સિવિલ સર્જન આપશે
"
બે ડોકટરો દ્વારા જે સારવાર આપવામાં આવી તેનો રિપોર્ટ સિવિલ સર્જનને આપ્યો છે,ખરેખર શું બનાવ છે,તેનો અભિપ્રાય સિવિલ સર્જન આપશે.ગોળી બાબતે આર.એસ.આઈ ( આર્મ્ડ રિજર્વ ઈન્સપેકટર)ને પૂછવામાં આવ્યું છે. - અંકુર દેસાઈ -ઈન્ચાર્જ પી.એસ.આઈ (દાંતીવાડા )

 

adv

Related News

post
post
post
post
post
post
post