• Home
  • News
  • ટ્રેનના છેલ્લા ડબામાંથી લીલીઝંડી બતાવતા ગાર્ડ હવે ભૂતકાળ બનશે, EOTT મશીન સેન્સરની મદદથી ડ્રાઈવરને જરૂરી સિગ્નલ મોકલશે
post

પહેલાં ગુડ્સ ટ્રેનમાં ટ્રાયલ થશે, ત્યારબાદ પેસેન્જર ટ્રેનમાં ઉપયોગ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:12:10

ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે રેલવે ટ્રેનના ગાર્ડની જગ્યા સમાપ્ત કરશે. આગામી સમયમાં ગાર્ડ ભૂતકાળ બની જશે. ગાર્ડના બદલે હવે ટ્રેનના છેલ્લા ડબ્બા(કોચ)માં EOTT(એન્ડ ઓફ ટ્રેન ટેલિમેટરી)સિસ્ટમ લગાવાશે. આ સિસ્ટમથી ટ્રેનનો બ્રેક પાઈપ વેક્યુમ પ્રેશર ચેક કર્યા બાદ સેન્સરની મદદથી ડ્રાઈવરને જરૂરી સિગ્નલ મળશે. સિગ્નલ મળ્યા બાદ જ ડ્રાઈવર ટ્રેન આગળ વધારશે. રેલવે પહેલાં ગુડ્સ ટ્રેનમાં આ સિસ્ટમની ટ્રાયલ કરશે, જે સફળ રહ્યા બાદ પેસેન્જર ટ્રેનમાં તેનો ઉપયોગ કરાશે. રેલવેએ પ્રાયોગિક ધોરણે 100 કરોડના ખર્ચે 250 ઈઓટીટી સિસ્ટમ વિદેશથી મંગાવી છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, ઈઓટીટીનો ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. જઅલગ અલગ ઝોનમાં આ ઈઓટીટીનો ટ્રાયલ શરૂ કરાશે. આ મશીનનો ઉપયોગ શરૂ કરાતાં ટ્રેનના ફિટનેસ સર્ટિફિકેટની પરંપરા બંધ થઈ જશે. હાલમાં ટ્રેન શરૂ થતાં પહેલા ડ્રાઈવરને અને ગાર્ડને ટ્રેનનું ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે, ત્યારબાદ જ ગાર્ડ લીલી ઝંડી બતાવીને ટ્રેનને આગળ જવા દે છે. હવે ગાર્ડની જરૂરિયાત બંધ થતા ટ્રેનમાં એક વધારાનો કોચ પણ જોડી શકાશે. હાલમાં દેશભરમાં 7 હજાર ગુડ્સ ટ્રેન અને 15 હજાર મેલ-એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન થાય છે.

EOTT સિસ્ટમ સામે યુનિયનનો વિરોધ
ટ્રેનમાં ગાર્ડની જગ્યા સમાપ્ત કરી ઈઓટીટી સિસ્ટમ લગાવવાના રેલવેના નિર્ણય સામે કર્મચારી યુનિયને વિરોધ નોંધાવ્યો છે. યુનિયનના જણાવ્યા મુજબ ઘણીવાર ધુમ્મસ કે અન્ય આકસ્મિક સમયમાં ફટાકડા ફોડી અન્ય ટ્રેનોને સિગ્નલ અપાય છે. આ કામગીરી ગાર્ડ દ્વારા જ થઇ શકે છે, જે ઈઓટીટી સિસ્ટમ દ્વારા નહીં થઈ શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post