• Home
  • News
  • ગેરકાયદેસર બાંધકામમાં બધા પૈસા લે છે અમને તો લોકો સામેથી આવીને અરજી ન કરવા પૈસા આપી જાય છે : પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલ
post

વિરાટનગરના કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિભાઈ પટેલનો ગેરકાયદેસર બાંધકામમાં લાંચ માંગતો ઓડિયો વાઇરલ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-31 11:05:22

શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે અને હજી થઈ રહ્યા છે. જેમાં કોર્પોરેશનના અધિકારીઓ જ નહીં પરંતુ કોર્પોરેટર પણ તોડપાણી કરતા જ હોય છે. નાનું બાંધકામ થાય તો પણ ફોટો પાડી અને તેને રોકવાની ધમકી આપી કોર્પોરેટર પૈસા પડાવી લે છે. અમદાવાદના વિરાટનગરના કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિભાઈ પટેલનો ગેરકાયદેસર બાંધકામ માટે રૂ. 20 હજારની લાંચ માંગતો ઓડિયો વાઇરલ થયો છે. વાઇરલ ઓડિયોમાં ગેરકાયદેસર બાંધકામ માટે બધા વહીવટ કરે છે કે છે તેવું કહે છે. એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે પરંતુ ખુદ કોર્પોરેટરના પતિ આવી લાંચ માંગે છે ત્યારે ACB આવા લોકો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે. આ બાબતે ગીતાબેન પટેલે વાતચીતમાં કહ્યું હતું કે પૈસા તો બધા લે જ છે અમને તો લોકો સામેથી ઓફિસે આવીને પૈસા આપી જાય છે અને કહે છે અરજી કરતા નહિ. પૂર્વમાં તો અનેક લોકો પૈસા લે છે અને ધંધા ચાલે જ છે. કરોડોની મિલકત લોકો વસાવી લે છે. બાંધકામમાં બધા પૈસા લે છે.

જો બાંધકામ તોડાવવુ ના હોય તો અમારો વહિવટ કરવો પડશે: કોર્પોરેટરના પતિ
શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. આવા બાંધકામ કરનારા લોકો પાસેથી મોટાપાયે તોડપાણી કરવામાં આવે છે જેની વચ્ચે ઓઢવ, વિરાટનગર,બાપુનગર અને નિકોલના વિસ્તારોમાં જ્યાં ગેરકાયદેસર કામ ચાલતુ હોય ત્યાં વિરાટનગરના મહિલા કોર્પોરેટર ગીતાબેન પટેલના માણસો જઈ બાંધકામના ફોટા પાડીને જે તે વ્યક્તિને ગીતાબેનનુ વિઝીટીંગ કાર્ડ આપી દે છે. જેમાં તેમના પતિ કીર્તીભાઇનો મોબાઇલ નંબર અપાતો હતો. ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિ ફોન કરે એટલે કીર્તીભાઇ કહેતા હતા કે જો બાંધકામ તોડાવવુ ના હોય તો અમારો વહિવટ કરવો પડશે. તમે અમારી ઓફિસે આવી જાવ, નહીતર બાંધકામ તોડી પાડવામા આવશે. જેથી ડરના માર્યા લોકો કીર્તીભાઇને ભોગ ચઢાવતા હતા. મહિલા કોર્પોરેટરના પતિ કીર્તીભાઇ પટેલનો આ અંગેનો ઓડીયો વાયરલ થયો છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને હવે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે.

આપણે હવે આપમાંથી લડવાના છીએ, પાર્ટીને પૈસા નથી આપવાના
વાઇરલ ઓડિયોમાં વિરાટનગર વિસ્તારમાં સીતારામ હબમાં માત્ર પતરાં લગાવ્યા હતા જેમાં ગેરકાયદેસરનું બાંધકામ છે અને તેમાં વહિવટ કરવો પડશે તેમ કહ્યું હતું. ગીતાબેનના પતિ વાઇરલ ઓડિયોમાં એવું પણ બોલે છે કે બાજુમાં બનાવ્યું છે એને પણ પૂછજો કેટલો વહિવટ કર્યો છે. આપણે હજી ટિકિટ લેવાની છે અને ભેગા કરવા પડશે અને રૂ. 20 હજાર મોકલાવી દેજો કહ્યું હતું. બધાના નોર્મલ વહિવટ કેટલા લીધા છે. આપણે હવે આપમાંથી લડવાના છીએ. આપ પાર્ટીને પૈસા નથી આપવાના આપણે લેવાના છે. પાર્ટી ફંડ નહિ આપે. ભાજપમાં ગયા તો અમારી ભૂલ થઈ છે. ભાજપનું કામ તો કર્યું જ નથી. ઉપરાંત ઓનલાઇન ચડાવવા અંગેની વાત પણ કરે છે.

અધિકારીઓ સાથે મળી લાખો રૂપિયાનો તોડ થાય છે
વાઇરલ ઓડિયો અંગેની સરકાર દ્વારા જો યોગ્ય તપાસ કરવામા આવે તો કોર્પોરેશનના અધિકારીઓની પણ મીલીભગત બહાર આવી શકે છે. શહેરમાં અનેક જગ્યાએ આવા બાંધકામ થાય છે જેમાં અનેક લોકો આવી રીતે ગેરકાયદેસર બાંધકામ બાબતે રોકવાની ધમકી આપી અધિકારીઓ સાથે મળી લાખો રૂપિયાનો તોડ કરતા હોય છે ત્યારે આવા લોકો સામે સરકાર ખરેખર કાર્યવાહી કરશે કે કેમ તેના પર સવાલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post