• Home
  • News
  • અમદાવાદના SG હાઇવે પર આવેલી સ્કૂલના મેનેજરે વડોદરાની મહિલાને ફેસબુક પર મેસેજ કરી બીભત્સ માગ કરી
post

બ્લોક કરવા છતાં બીજા નામે આઇડી બનાવી મેસેજ કરતાં અમદાવાદ આવી મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 10:53:05

વડોદરા શહેરમાં રહેતી એક મહિલાને અમદાવાદના SG હાઇવે પર આવેલી એક જાણીતી સ્કૂલના મેનેજરે ફેસબુક પર મિત્રતા કરી હતી. મિત્રતા કર્યા બાદ મેનેજરે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતાં મહિલાએ તેને બ્લોક કર્યો હતો. બ્લોક કરવા છતાં નવું આઈડી બનાવી ફરીથી મેસેજ કરવા લાગતાં મહિલાએ અમદાવાદ આવીને તેની સામે કાર્યવાહી કરવા મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ સાથે આ મહિલા તે શખસ પાસે ગઈ હતી, પરંતુ ફેસબુકથી હેરાન કરવાવાળો પોતે નથી કહી માન્યું ન હતું, જેથી મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ મામલે સોલા પોલીસ સ્ટેશનના PI જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે મહિલાને ફેસબુક પર હેરાન કરવા મામલે કોઇ અરજી મારા ધ્યાન પર આવી નથી


મહિલાએ છેવટે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી
વડોદરાની 35 વર્ષીય આ મહિલાને ફેસબુક પર એક વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં તેણે એક્સેપ્ટ કરી હતી. બાદમાં તેઓ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. મિત્ર તરીકે વાત કરતાં કરતાં ગાળાગાળી અને શારીરિક સંબંધ બાંધવાની વાત કરવા લાગ્યો હતો. અમદાવાદમાં રહેતી આ વ્યક્તિ કોણ છે એ જાણવા માટે મહિલાએ વાતચીત શરૂ રાખી હતી. જોકે વાતચીત કરનારી વ્યક્તિ અમદાવાદ મળવા આવવા ખૂબ જ દબાણ કરતો હોવાથી મહિલાએ છેવટે મહિલા હેલ્પલાઈનની મદદ લઇ તેને મેસેજ બંધ કરવા બ્લોક કર્યો હતો.


વ્યક્તિએ મહિલાને બીજા નામથી ફેસબુક આઈડી બનાવી અને મેસેજ કર્યો
બે દિવસ પહેલાં જ ફરીથી તે વ્યક્તિએ મહિલાને બીજા નામથી ફેસબુક આઈડી બનાવી મેસેજ કર્યો હતો. જેથી મહિલા ખૂબ જ ગુસ્સે થઈ હતી અને તેને સબક શિખવાડવા અમદાવાદ આવી હતી. ફેસબુકમાં રહેલી વિગત અને સરનામા પરથી જાણવા મળ્યું હતું કે SG હાઇવે પર આવેલી એક પ્રખ્યાત સ્કૂલમાં મેનેજરના હોદા પર છે, જેથી મહિલા હેલ્પલાઇનને ફોન કરી જાણ કરતાં ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ તેની પાસે આ જ વ્યક્તિ મેસેજ કરી હેરાન કરતા હોવાના પુરાવા આપ્યા છતાં તે વ્યક્તિ પોતાનો ગુનો કબૂલતો ન હતો. જેથી મહિલાએ સબક શિખવાડવા માટે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જોકે સોલા પોલીસમાં આવી કોઈ અરજી ન થઈ હોવાનું PIએ જણાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post