• Home
  • News
  • પોલીસ કમિશનરે કહ્યું, CRPFની 1 અને SRPની પાંચ ટુકડી શહેરમાં તૈનાત કરવામાં આવી છે
post

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે શહેરમાં બીજા તબક્કાના લોકડાઉનનો અમલ કરાવવા લોકોના સાથ સહકારની અપીલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 09:29:38

સુરત: કોરોના લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થયો છે. પ્રથમ તબક્કામાં 14 દિવસ દરમિયાન લોકોનો સારો સાથ સહકાર મળ્યો હોવાનું પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવતાં કહ્યું કે, બીજા તબક્કામાં પણ લોકોનો સાથ સહકાર મળી રહે તેવી આશા છે. શહેરમાં લોકડાઉનને વધુ ચુસ્ત બનાવવામાં માટે એસ.આર.પી.ની 5, સી.આઈ.એફ.ની 1 ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ 1500 ટ્રાફિક, 900 હોમ ગાર્ડ, સિવિલ ડિફેન્સના જવાનો કાર્યરત છે.

લોકોને કમિશનરે અપીલ કરી

સુરતના નાગરિકોને પોલીસ કમિશનરે અપીલ કરતાં જણાવ્યું છે કે, પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં સહકાર લોકો આપશે. લોકો જેટલો સહકાર આપશે તેટલી જ જનતાને છૂટ મળી શકશે. લોકો કામ વગર બહાર ન નીકળે તથા મજદૂર વર્ગની સંભાળ રાખવા અપીલ કરવામાં આવી છે. મજુરવર્ગના લોકોની જમવાની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે .

સોશિયલ મીડિયા પર નજર

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 150 કેસ ડ્રોનથી દાખલ કરાયા છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.ક્વોરન્ટીન એરીયામાં બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post