• Home
  • News
  • સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોકટરોની હડતાળ 13 દિવસ બાદ સમેટાઈ
post

આ હડતાળ સમેટાયા બાદ રેસિડેન્ટ ડોક્ટરો ડ્યુટી પર જોડાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 11:47:00

અમદાવા: પોતાની માંગ પૂર્ણ કરાવવા મરણિયા પ્રયાસ બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ સમેટી છે. આ હડતાળ 13 દિવસ બાદ સમેટાઈ છે.  આરોગ્ય મંત્રી તેમજ અધિકારીઓ દ્વારા હડતાળ બાબતે યોગ્ય ચર્ચા કરવા બાયંધરી અપાતા હડતાલ પૂર્ણ કરવામાં આવી છે. હડતાળિયા ડોક્ટરો સાથે આરોગ્ય મંત્રી કે વિભાગ ના કોઈપણ અધિકારીઓએ એક પણ વખત મુલાકાત કે બેઠક નહોતી કરી. સરકારની હડતાલ પૂર્ણ કરો ત્યારબાદ મુદ્દાઓની ચર્ચા કરાશેની નીતિ કામ કરી ગઈ હતી. 

મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, પી જી ડિરેક્ટર તથા ડીનની ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સાથે મિટિંગ યોજાશે. હડતાળ સમેટાયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હડતાળિયા ડોક્ટરો સાથે રૂબરૂમાં મુલાકાત કરશે. આ હડતાળ સમેટાયા બાદ રેસિડેન્ટ ડોક્ટરો ડ્યુટી પર જોડાયા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post