• Home
  • News
  • તંત્રને જૂન મહિનામાં જ ધ્યાન દોર્યું'તું, આખરે ગિરનાર પર 1700 પગથિયા નજીક દિવાલ ધરાશાયી
post

ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત પર અનેક સીલાઓ તેમજ પથ્થર સીડી પર આવી ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-22 10:36:59

ગરવા ગિરનાર સ્થિત 1700 પગથિયા નજીક દિવાલ ધરાશાયી થઇ છે. અગાઉ તાઉતે વાવાઝોડાના પગલે ગિરનારની અનેક જગ્યા, કાચી દૂકાનો તેમજ સીડીને નુકસાન થયું હતું. આ દિવાલમાં ગાબડું પડ્યાનો અહેવાલ જૂન મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. હાલ છેલ્લા 1 સપ્તાહથી ગિરનાર પર વરસાદી માહોલ સર્જાયો છે.

ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત પર અનેક સીલાઓ તેમજ પથ્થર સીડી પર આવી ગયા છે. 1700 પગથિયા પરની દિવાલમાં ગાબડું હોય આખરે આ દિવાલ ધરાશાયી થઇ છે. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. તંત્ર પાસે અઢી માસનો સમયગાળો હતો. પરંતું તંત્ર દ્વારા કોઇ સમારકામ કરવામાં ના આવતા આ સ્થિતીનું નિર્માણ થયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post