• Home
  • News
  • નવસારીમાં ઈયરફોનથી ગીતો સાંભળતા યુવાનનું ટ્રેનની અડફેટે મોત, આસપાસનાં લોકોએ તેને ખસી જવા બૂમો પાડી પણ તે સાંભળી ન શક્યો
post

મૃતક સુનિલ સોલંકી તેના મિત્રો સાથે ભાડાના મકાનમાં રહી મજૂરીકામ કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 11:44:26

નવસારીના રેલ્વે માસ્તર રાજકુમાર ચૌધરીએ પોલીસને માહિતી આપતા જણાવ્યું કે ગોકુલપુરામાં રહેતા સુનિલ દશરથભાઈ સોલંકી (ઉ.વ. 24) 4થી જાન્યુઆરીએ સવારે વિજલપોર ફાટકથી ગાંધી સ્મૃતિ ફાટક ક્રોસ કરતો હતો ત્યારે કોઈ ટ્રેનની અડફેટે આવી જવાથી ગંભીર ઈજાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, ઘટનાની હેકો ભગીરથ નવીનભાઈ તપાસ કરી રહ્યા છે.

તપાસ કરતા જણાયું કે મૃતક સુનિલ સોલંકી તેના મિત્રો સાથે ભાડાના મકાનમાં રહી મજૂરીકામ કરતો હતો અને કાનમાં ઈયરફોન નાંખીને સવારે 10 વાગ્યાનાં અરસામાં મજૂરીકામે જતો હતો અને ગીતો સાંભળતો રેલવે ફાટક ક્રોસ કરતો હતો ત્યારે ટ્રેન આવી જતા આસપાસનાં લોકોએ તેને ખસી જવા બૂમો પાડી હતી પરંતુ કાનમાં ઈયરફોન હોય સાંભળી ન શકતા ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત નિપજ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post