• Home
  • News
  • ‘કોરોના સાથે જીવવા’ની સ્થિતિ રહેશે, આથી ‘પોઝ’ બટન નહીં પણ ‘રિસેટ’ બટનની જરૂર
post

અનલૉક-1.0 પછી પાટા પર પાછી ફરતી જિંદગીમાં હવે આપણે જીવવાની રીતોમાં પરિવર્તન લાવવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:36:53

નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકયા નાયડુએ જણાવ્યું છે કે,‘સ્પર્શકરવાનું જ્યારે વર્જિત થઈ જાય અને જીવન માટે જરૂરી શ્વાસપણ જોખમભર્યા બની જાય તો સમગ્ર માનવતા જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જ્યાં સુધી વાઈરસને અટકાવી દેવાતો નથી, ‘કોરોના સાથે જીવવાની સ્થિતિ રહેશે. આથી પોઝબટન નહીં, ‘રિસેટબટનની જરૂર છે. મન અને જીવવાની રીતોને રિસેટ કરવી પડશે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક સરવેમાં 91% અમેરિકનોએ કહ્યું કે, વાઈરસે તેમના જીવનને બદલી નાખ્યું છે. લગભગ 77% રેસ્ટોરન્ટ જવા માગતા નથી અને 66% રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટ માટે લાઈનમાં લાગીને સહજ નથી. આ બધી જ એક સૂક્ષ્મ જીવાણુની અસર છે. દેશમાં આજે જ્યારે ચેપનો આંકડો એક લાખથી પાર થયો છે તો આઝાદીની એક તડપ જોવા મળી છે.


સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શક્ય મદદ કરવાની જરૂર
આથી, લૉકડાઉન 4.0 પહેલાથી સંપૂર્ણ અલગ રહ્યું. આ તડપ દર્શાવે છે કે, કદાચ આપણે વાઈરસનો સામનો કરવા માટે તૈયાર છીએ, કેમ કે જીવનને વધુ લાંબા સમય સુધી બંધનમાં રાખી શકાય નહીં. આ વાઈરસના ફેલાવાથી એક વ્યક્તિના આરોગ્ય માટે બીજા પર નિર્ભરતાનો જરૂરી આંતરસંબંધ જોવા મળ્યો છે. આ જ આપણાં વલણનો અને વ્યવહારનો આધાર રહેશે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખીને એક બીજા સાથે સાર્થક રીતે જોડાયેલા રહેવા અને દરેક શક્ય મદદ કરવાની જરૂર છે. કોરોના પછી ક્લાસરૂમ ઘરમાં આવી ગયા છે, સેમિનાર વેબિનારમાં બદલાઈ ગયા છે. એક સ્વસ્થ ડિજિટલ લાઈફ બની રહી છે, જોકે, આ સાધનો સુધી દરેકની સમાન પહોંચ હજુ પણ મુદ્દો છે. 


વાઈરસે આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અપર્યાપ્તતા સામે લાવી
લોકોની જિંદગીઓ બચાવવાની સાથે અર્થતંત્રનો પુનરોદ્ધાર વર્તમાન સમયનો મુખ્ય પડકાર છે. વીતેલી સદીની મહામંદી પછી હવે વૈશ્વિક અર્થતંત્રમાં આવો ગંભીર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્પાદનના કેન્દ્ર અને અન્ય આર્થિક ગતિવિધિઓ, તેમાં સામેલ લોકોની સંપૂર્ણ સુરક્ષા સાથે શરૂ થાય. ઓછા સમયમાં ઝડપથી પહેલા જેવું ઉત્પાદન સ્તર મેળવવાનો પ્રયાસ કરવાના બદલે ધીમે-ધીમે કામની નીતિ સારી રહેશે. આ વાઈરસે આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અપર્યાપત્તા સામે લાવીને જાહેર આરોગ્ય ક્ષેત્રે જરૂરી રોકાણની જરૂરિયાતને પણ રેખાંકિત કરી છે. વાઈરસનો ફેલાવો આપણાં દેશના આંતરિક સહયોગવાળા સંઘવાદને પણ સામે લાવ્યો છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના નેતૃત્વએ એક-બીજાના મુદ્દાઓને લૉકડાઉન 1.0થી 4.0 સુધી સમાયોજિત કર્યા. આ જ ભાવના આર્થિક પુનરોદ્ધાર માટે લેવાનારા પગલામાં પણ માર્ગદર્શન પૂરું પાડશે. 


કોરોના વાઈરસ આપણા માટે શોક ટ્રિટમેન્ટજેવો છે
ઈતિહાસકાર અને લેખક યુવાલ નોઆ હરારીએ દુ:ખ વ્યક્ત કર્યું છે કે, કોવિડ-19 અંગે વૈશ્વિક પ્રતિક્રિયા આદર્શ નથી રહી. દરેક દેશ વાઈરસ સામે પોતાની ખુદની લડાઈ લડી રહ્યો છે, જ્યારે સામુહિક વૈશ્વિક પ્રતિક્રિયાની જરૂર હતી. વાઈરસના વિસ્ફોટના કારણે ટેક્નોલોજી સુધીની પહોંચ, આવકનું સ્તર અને આજીવિકા સાથે જોડાયેલી અસુરક્ષા વગેરે સંબંધિત અસમાનતાઓ પર પણ ધ્યાન ગયું છે. કુલ મળીને કોરોના વાઈરસ આપણા માટે શોક ટ્રિટમેન્ટજેવો છે. તે આપણને સામાજિક, રાજકીય, આર્થિક અને વૈશ્વિક દૃષ્ટિકોણને રીસેટ કરવા ઉપરાંત એક-બીજા અને સૃષ્ટિ સાથે એક્તાથી રહેવાની પણ યાદ 
અપાવી રહ્યું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post