• Home
  • News
  • ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ-એટેકથી 5 દિવસમાં ત્રીજું મોત, એસીડિટીની ફરિયાદ બાદ યુવક ઢળી પડ્યો
post

એસીડીટી થયા બાદ તેણે ગોળી લીધી અને બાદમાં આઈસક્રિમ ખાધો હતો ત્યાર બાદ અચાનક એટેક આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-30 18:41:35

અમદાવાદઃ (gujarat)ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ જામનગરમાં એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતાં જ ઢલી પડ્યો હતો અને સુરતમાં એક વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતી.(heart attack)ત્યારે વધુ એક બનાવ હિંમતનગરમાં જોવા મળ્યો છે. પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. આ યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાજ્યમાં હાર્ટ એટેકના લીધે પાંચ દિવસમાં ત્રીજા યુવાનનું મોત થયું છે. 

સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર અને મહેમાનો સાથે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બેઠક રૂમમાં વાતો કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિનને એસીડીટી જેવું થયું હતું. જેથી તે ગોળી લઈ આઈસ્ક્રીમ ખાઈને તેના રૂમમાં ગયો હતો. રૂમમાંથી અચાનક બહાર આવીને સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો હતો.કેવિનના પરિવારજનો દોડતા કેવિન પાસે પહોંચ્યા હતાં અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેનડાથી અભ્યાસ કરીને કેવિન હિંમતનગર આવ્યો હતો અને તેના માતા પિતાનું એકનો એક દીકરો હતો. તેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. 



adv

Related News

post
post
post
post
post
post
post