• Home
  • News
  • સુરત-ધુલિયા હાઇવે પર તાપી નજીક જાનની બસ ટેન્કર પાછળ ઘૂસી જતા ત્રણના મોત, સાત ઇજાગ્રસ્ત
post

મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 10:30:12

તાપી જિલ્લામાં સુરત-ધુલિયા હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. જેમાં ઘટના સ્થળે જ ત્રણનાં મોત થયા છે. જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા છે. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતા ખુશીના પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના કારણે રોડ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો
મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવતી લક્ઝરી બસને તાપી જિલ્લામાં સુરત-ધુલિયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતા ઘટના સ્થળે જ ત્રણના મોત થયા હતા. જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના કારણે રોડ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત થયેલાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં નઈમ હાજી રસીદ મણીયાર (ઉ.વ.51 રહે. કોપર ગામ મહારાષ્ટ્ર), અઝહર અજિજ મણીયાર (ઉ.વ.22 રહે. એજન) અને નૂર મહંમદ ફકીર મહંમદ (ઉ.વ.45 રહે. નંદુરબાર મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

સવા બે કલાકે ફસાયેલા એકને બહાર કઢાયો
મહારાષ્ટ્રના માલેગાવથી બસ રાત્રે 11 કલાકે ઉપડી હતી. વરરાજા મદસ્સિરની જાન સુરતના લિંબાયત ખાતે લઈને જવાના હતા. મુસાફરો ઊંઘમાં જ હતા અને 6:15 કલાકે બસ ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત ગંભીર હોય એક ઈસમ લક્ઝરી બસમાં ફસાઈ ગયો હતો. જેને 8:30 કલાકે બહાર કાઢવામાં આવ્યો હતો અને તે વ્યક્તિનું શરીરનો ખુરદો થઈ ગયો હતો. હાલ મરણ જનાર પૈકી પતિ-પત્ની અને એક અન્ય પુરુષ હોવાનું જાણવા મળ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post