• Home
  • News
  • ઠગ ઓફ મહેસાણાઃ હેપ્પી લોનના નામે ઝીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ આપી લોકોને છેતર્યા
post

વેબસાઈટ પર કંપનીમાં 26000 સભ્યો બનાવી લાખોનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો બહાર આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-04 18:57:37

મહેસાણાઃ (mehsana)ગુજરાતમાં ઠગાઈ અને છેતરપિંડીના અનેક બનાવો સામે આવતાં હોય છે. (Thug of mehsana)કેટલાક એવા પણ બનાવો હોય છે જેમાં લોકો વધુ રૂપિયા મેળવવાની લાલચમાં આવીને લાખો રૂપિયા ખોઈ બેસે છે.(Happy Loan) ત્યારે મહેસાણામાં એક ઠગે આખા ગુજરાતમાં લોનના નામે કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.(mehsana police)મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતા મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. હેપ્પી લોન નામે કંપની બનાવી લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું અને વેબસાઈટ પર કંપનીમાં 26000 સભ્યો બનાવી લાખોનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. 

1000 રૂપિયા લઈને ગ્રુપ લોન આપવાનું કહ્યું હતું

પ્રાપ્ત વિગતો પ્રમાણે મુળ કડીના ચંદીગઢમાં રહેતા રાજુભાઈ દંતાણીએ મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ પ્રમાણે તેમણે તેમના મિત્રએ હેપ્પી લોન અંગેની સ્કિમની જાણકારી આપી હતી અને મહેસાણાના પિયુષ વ્યાસ સાથે મુલાકાત કરાવી હતી જેમાં પિયુષ વ્યાસે માય હેપ્પી લોન નામની કંપની બતાવી હતી અને કંપનીના કાગળો બતાવવ્યા હતા.જેમાં લોન લેવા માટે કોઈ આધાર પુરાવા કે બેન્ક ખાતા વિના તેણે 1000 રૂપિયા લઈને ગ્રુપ લોન આપવાનું કહીને જીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ આપી ચેનલ પદ્ધતિ દ્વારા લોન આપવાનું નેટવર્ક ઉભું કર્યું હતું. ફરિયાદી પાસેથી લોન લેવા માટે અન્ય સભ્યો લાવવા કહ્યું હતું. 

ફરિયાદીએ પોતાની નીચે 53 સભ્યો બનાવ્યા હતાં

ફરિયાદીએ પોતાની નીચે કુલ 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્ય દીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બદના લોન આપી નહોતી.લોન નહીં મળતાં ફરિયાદી રાજુભાઈને સમગ્ર કૌભાંડ મામલે જાણ થતાં તેમણે પિયુષ પાસે પૈસા પરત માંગ્યા હતાં પણ પિયુષે તેમને પૈસા આપ્યા નહોતા. ત્યારબાદ ફરિયાદી રાજુભાઈને જાણવા મળ્યું કે પીયૂષે સમગ્ર ગુજરાતમાં પોતાની કંપનીની એપ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન નહીં આપી પૈસાનું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હતું. સમગ્ર કેસમાં હાલમાં મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદીએ પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 


adv

Related News

post
post
post
post
post
post
post