• Home
  • News
  • ટ્રાફિક પોલીસ 3 મહિના બાદ 1 જુલાઈથી સ્થળ પર દંડ વસૂલશે
post

લોકડાઉન દરમિયાન દંડ ન વસૂલાતા સરકારને 10 કરોડનું નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 11:14:23

અમદાવાદ: લગભગ 3 મહિના પછી ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી સ્થળ દંડ વસૂલ કરવાનું વિચારી રહી છે. જોકે સ્થળ દંડ વસૂલ કરવાનું બંધ કરવામાં આવતા 3 મહિનામાં ટ્રાફિક પોલીસને 10 કરોડનું નુકસાન થયું છે, આથી 1 જુલાઈથી ફરી ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરશે.


લૉકડાઉન જાહેર કરાતા 25 માર્ચથી શહેરની તમામ પોલીસને નાકાબંધી પોઇન્ટ ઉપર ડ્યૂટી ફાળવી દેવાઇ હતી. જ્યારે લોકોને ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોવાથી ટ્રાફિક પોલીસે સ્થળ દંડ વસૂલ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે હવે અનલોક - 1માં લોકોને ઘરની બહાર નીકળવામાંથી તેમજ ધંધા રાજગોરા શરૂ કરવા માટે મંજૂરી મળી છે.  

જોકે હાલમાં પણ વાહનચાલકો પહેલાની જેમ જ બહાર ફરી રહ્યા છે. તે સાથે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે પણ જરૂરી હોવાથી ટ્રાફિક પોલીસ 1 જૂલાઈથી વાહન ચાલકો પાસેથી સ્થળ પરથી દંડ વસૂલ કરવાનું વિચારી રહી છે. જો કે તે માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ તેમજ પોલીસ કમિશનર વચ્ચે મીટિંગો શરૂ થઇ છે.

રોજના 3થી 4 હજાર ઈ-મેમો ફટકારવાનું શરૂ
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને રોજના 3થી 4 હજાર ઈ મેમો મોકલવામાં આવતા હતા. જોકે લોક ડાઉનના કારણે 3 મહિના સુધી ઈ મેમો મોકલવાનું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરી વખત ઈ-મેમો મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અનુસાર અત્યારે રોજના 3થી 4 હજાર ઈ-મેમો વાહન ચાલકોને મોકલવામાં આવી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post