• Home
  • News
  • લૉકડાઉનમાં ટ્રેનો બંધ, બીના રેલવે સ્ટેશને 6.5 કરોડ લિટર પાણી બચાવ્યું, નદી છલોછલ
post

રેલવે અને શહેરને આગામી 6 મહિના સુધી પાણીની સમસ્યા નહીં થાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:22:08

બીના: શહેર તથા બીના રેલવે જંકશનની જીવાદોરી એવી બીના નદી દરવર્ષે મે મહિના સુધીમાં સુકાઈ જાય છે, પરંતુ આ વર્ષે છલોછલ ભરેલી છે. તેનું કારણ છે કે લૉકડાઉનના કારણે ટ્રેનો બંધ છે. 2 મહિના સુધી ટ્રેનો બંધ રહેવાના કારણે રેલવેએ 6.5 કરોડ લીટર પાણીની બચત કરી છે. બીના સ્ટેશનથી રોજ 125 ટ્રેનો સામાન્ય રીતે પસાર થતી હોય છે. સ્ટેશન પર રોજ 42 લાખ લીટર પાણીની જરૂર પડે છે. લૉકડાઉનના કારણે રોજ 15 લાખ લીટર પાણીની બચત થઈ. 45 દિવસો સુધી રેલવેએ 27 લાખ લીટર પાણીનો જ ઉપયોગ કર્યો. જેનાથી 6.5 કરોડ લીટર પાણીની બચત થઈ. લૉકડાઉનના બાકી દિવસોમાં 4મેથી શ્રમિક ટ્રેનો ચાલવાના કારણે સપ્લાઈ 42 લાખ લીટરની જ થઈ રહી છે. રેલવે ઉપરાંત શહેરના 25 વોર્ડમાં પણ પાણી સપ્લાઈ આ નદી થકી જ થાય છે. 


40
વર્ષમાં પ્રથમવાર આટલું પાણી
નગર પાલિકા ફિલ્ટર પર કામ કરતા કેદાર બાબુએ કહ્યું કે, 40 વર્ષમાં પ્રથમવાર ગરમીમાં આટલું પાણી જોવા મળ્યું. નદીમાં છેલ્લા વર્ષોની સરખામણીએ વધુ પાણી છે, જેથી 6 મહિના સુધી શહેર અને રેલવેને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

adv

Related News

post
post
post
post
post
post
post