• Home
  • News
  • સુરતના મોટા વરાછામાં ટ્રસ્ટ સગાઈ-લગ્નમાં રૂ. 5 લાખ સુધીનો ખર્ચ કરી દીકરીઓને સાસરે મોકલવાની જવાબદારી ઉઠાવે છે
post

સિનિયરોની કમિટિ લગ્ન બાદના વિવાદો ઘટાડવા બાયોડેટાની ખરાઈ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 10:05:54

મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવતા હતા. ત્યાં દંપતીના વિવાદ સમજતા હતા. એવા 4 હજાર કેસ સામે આવ્યા છે. તેમાં જણાયું કે, સ્વભાવ, મિલકત અને શિક્ષણની ખોટી માહિતી, બીમારી મુળ કારણ હતા અને વિવાદ થતા હતા. આવી બાબતો સંસ્થા ઘરે જઈને ચેક કરે તો વિવાદ ન થાય તેવી વ્યવસ્થા થવી જોઈએ. જેથી દીકરી દત્તક યોજનાનો અમારી સંસ્થાને વિચાર આવ્યો.

દીકરીને 1 લાખના બોન્ડ, 12 દીકરીના લગ્ન કરાવ્યા, 325 દીકરી વેઈટિંગમાં
ટ્રસ્ટ ઉપપ્રમુખ નિતાબેન નારિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 12 દીકરીના લગ્ન કરાવી ચૂક્યા છે. 325 દીકરી વેઇટિંગમાં છે. લગ્નમાં 5 લાખ સુધીનો ખર્ચ દીકરી માટે સંસ્થા તરફથી કરવામાં આવે છે. લગ્ન પહેલા પ્રિવેડિંગ સેરિમની પણ કરે છે. જેથી દીકરીને એવી ફિલિંગ આવે તે કે તેના માતા-પિતા જ લગ્ન કરાવી રહ્યા છે. લગ્ન બાદ એક લાખનો બોન્ડ પણ દીકરીને અપાય છે. લગ્ન ધામધુમથી કરવામાં આવે છે. માત્ર ગરીબ કે સામાન્ય પરિવાર નહીં પરંતુ કરોડપતિ ઘરની દીકરીઓ એમબીબીએસ-સીએ-પ્રોફેસર જેવી દીકરીઓ તેમજ તમામ જ્ઞાતિની દીકરીઓ નોંધણી કરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post