• Home
  • News
  • ગાંધીનગરના માણસા તાલુકાના પુંધરા ગામે વીજળી પડતાં બે કિશોરીઓના મોત નિપજ્યા
post

પુંધરા ગામમાં આજે બપોરના બે વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 08:53:24

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં આજે બપોરના સમયે વીજળી પડતા બે કિશોરીઓના મોટ નિપજ્યા છે. સીમ વિસ્તારમાં રહેતાં બે પરિવારની કિશોરીઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માણસા પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી છે.

પુંધરા ગામમાં બપોરના બે વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં અને વીજળીના કડાકાભડાકા પણ સાંભળવા મળતાં હતાં. પુંધરા ગામની સીમમાં આવેલા ઉંચી કણજી વિસ્તારમાં રહેતાં લાખાભાઈ ટીડાભાઇ ભરવાડના છાપરામાં વીજળી પડી હતી. છાપરામાં તેમની 12 વર્ષીય પુત્રી મિત્તલ ભરવાડ અંદર હતી અને તેના પર વીજળી પડવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

ઉપરાંત એ જ વિસ્તારમાં અર્જુનસિંહ સરતાનસિંહ રાઠોડની 15 વર્ષીય પુત્રીનું પણ વીજળી પડવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ બંને કિશોરીઓને વીજળી પડવાના કારણે 108 મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ બંને કિશોરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. એક સાથે ગામમાં બે કિશોરીઓના મોત થવાના કારણે માતમ છવાઇ ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post