• Home
  • News
  • અમદાવાદમાં ત્રીજી પેઢી દોરી ઘસવાનું કામ કરે છે, દોરી ઘસતાં હાથમાં કાપા પડી જાય છતાં પાટા બાંધી દોરી ઘસવામાં આવે છે
post

આ વર્ષે કોરોનાને કારણે દોરી ઘસાવવા માટે લોકો ઓછા આવી રહ્યા છે, રાત્રિ કર્ફ્યૂ નડશે, 30 વર્ષથી અનેક કારીગરો દોરી ઘસે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 11:32:09

શહેરમાં ઉત્તરાયણના તહેવારને લઈ સરકાર દ્વારા ધાબા પર ઓછા લોકો ભેગા થઈ શકે એવી જાહેરાત કરાઈ છે, જેની વચ્ચે અમદાવાદમાં પતંગ અને દોરીના બજારમાં મંદી ચાલી રહી છે. પતંગબજારમાં પતંગ ઓછા જ છે, પરંતુ દોરી ઘસાવવા માટે પણ બહુ ઓછા લોકો આવી રહ્યા છે. આ વર્ષે ડિસેમ્બરથી દોરી ઘસાવવા લોકો આવી જતા હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે દોરી ઘસાવવા લોકો આવતા નથી.

ઉત્તરાયણ પહેલાં રાતે 12-1 વાગ્યા સુધી દોરી ઘસતા હતા
દિલ્હી દરવાજા વિસ્તારમાં છેલ્લાં 45 વર્ષથી દોરી ઘસવાનું કામ કરતા બબલુભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે દિવાળીના તહેવાર બાદ દોરી ઘસવાનું કામ શરૂ કરી દે છે. તેમના પિતાજી દોરી ઘસતા હતા. આજે પોતે 44 વર્ષથી દોરી ઘસે છે અને આજે તેમનો પુત્ર પણ દોરી ઘસે છે. વર્ષોથી દોરી ઘસવાનો અમારો વ્યવસાય છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે અને રાત્રિ કર્ફ્યૂને કારણે ઓછી ઘરાકી છે. દર વર્ષથી ઓછા લોકો દોરી ઘસાવવા આવે છે. ઉત્તરાયણ પહેલાં રાતે 12-1 વાગ્યા સુધી દોરી ઘસતા હતા, જોકે આ વર્ષે કર્ફયૂને કારણે વહેલા બંધ કરવું પડશે.

2-3 કેમિકલ અને કલર નાખી દોરી ઘસવામાં આવે છે
બબલુભાઈએ દોરી ઘસવામાં કાચ નાખવામાં આવે છે, એ અંગે જણાવ્યું હતું કે દોરી ઘસવા માટે કોઈ કાચ નથી નાખવામાં આવતો, પરંતુ એક પાઉડર આવે છે, જે દોરીને કડક કરતો હોય છે, કાચ નાખવામાં આવે છે જે ખોટી વાત છે. 2- 3 કેમિકલ અને કલર નાખી દોરી ઘસવામાં આવે છે.

આંગળીઓમાં પાટા બાંધી દોરી ઘસતા રહીએ છીએ
બબલુભાઈને ત્યાં તેમનો પુત્ર સહિત 9 કારીગર કામ કરે છે. આશરે 30 વર્ષના દોરી ઘસવાના અનુભવી એવા કારીગરે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી હાથથી દોરી ઘસે છે. દોરી ઘસતી વખતે હાથમાં કાપા પડી જતા હોય છે. આંગળીઓમાં પાટા પણ બાંધવા પડે છે. દોરી ઘસવી સહેલું કામ નથી, એમાં ઘણી તકલીફ પડતી હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post