• Home
  • News
  • રસી ઉત્સવ શરૂ, પણ ઉત્સાહ ઓછો:પહેલા દિવસે ગુજરાતમાં 2.21 લાખને વેક્સિન, શનિવાર કરતાં 66 હજાર ઓછા લોકોએ રસી લીધી
post

દેશમાં રસી ઉત્સવના પહેલા દિવસે 27 લાખને રસી આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 12:27:13

રવિવારથી દેશમાં રસી ઉત્સવની શરૂઆત થઈ છે. દેશભરમાં રવિવારે સાંજે 8 વાગ્યા સુધી 27 લાખ લોકોને રસી અપાઈ હતી. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં રસી ઉત્સવ નિરસ રહ્યું. રાજ્યમાં 2 લાખ 20 હજાર 994ને રસી આપવામાં આવી છે જે શનિવારની તુલનામાં 66 હજાર ડોઝ ઓછા છે. રાજ્યમાં અત્યાર સુધી 80 લાખ 55 હજાર 986 લોકોને પ્રથમ ડોઝ અને 10 લાખ 67 હજાર 733 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 91 લાખ 23 હજાર 719નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રવિવારે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 78 હજાર 151 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 34 હજાર 452ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

5 દિવસમાં 12.38 લાખને રસી અપાઈ

દિવસ

રસી અપાઈ

7 એપ્રિલ

1,75,660

8 એપ્રિલ

2,71,550

9 એપ્રિલ

2,82,268

10 એપ્રિલ

2,87,617

11 એપ્રિલ

2,20,994

અત્યાર સુધી

પહેલો ડોઝ

80,55,986

બીજો ડોઝ

10,67,733

કુલ રસી

91,23,719

રવિવારે વેક્સિનેશન - 45થી 60 અને 60થી વધુના

પહેલો ડોઝ

1,78,151

બીજો ડોઝ

34,452

અન્ય

8,391

કુલ રસી

2,20,994

 

adv

Related News

post
post
post
post
post
post
post