• Home
  • News
  • મમતાના ભાજપ પર પ્રહાર- ધર્મોએ ભારતને સદ્દભાવથી રહેતા શીખવ્યું, વિભાજન અને શોષણ કરતા નહીં
post

હિન્દુ ધર્મએ હંમેશા શિખવ્યું છે કે, આપણે બીજા માટે આપણાં દરવાજા કદી બંધ ન રાખવા જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-21 11:58:22

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ધર્મનો અર્થ માત્ર મોટા મોટા ઉપદેશ આપવાનો નથી. તે પુરુષોને મહિલાઓ અને બહેનોનું સન્માન કરતા શીખવે છે. ધર્મોએ ભારતને સદ્દભાવ સાથે રહેતા શીખવ્યું છે. વિભાજન અને શોષણ કરતાં નહીં. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ગુરુનાનક, ભગવાન બુદ્ધ, ગાંધીજી, નેતાજી અને અન્ય લોકોએ જનતાને સદ્દભાવની લાગણી શીખવી છે.

કોલકાતામાં ભારત સેવાશ્રમ સંઘ કાર્યક્રમમાં બેનરજીએ કહ્યું છે કે, અમે એક અખંડ ભારતને પ્રેમ કરીએ છીએ, એક-બીજાને વિભાજીત નથી કરતાં. અમારા ત્યાં ઘણાં દેવી-દેવતા છે અને અમે દરેકની પૂજા કરીએ છીએ. પુનર્જાગરણના સમયથી સ્વતંત્રતા આંદોલન સુધી હિન્દુ ધર્મ સાર્વભૈમિક છે.

અમારી તાકાત વિવિધતામાં એકતા છે
તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મ આપણને શીખવે છે કે બીજા માટે કદી આપણા દરવાજા બંધ ન કરવા. તેમણે આપણને હંમેશા ખુલ્લા હાથે અભિવાદન કરતા શીખવ્યું છે. તે સાથે જ સંયમ અને સહનશીલ બનતા પણ શીખવ્યું છે. મમતા નાગરિક સંશોધન કાયદો (CAA)નો વિરોધ કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું છે કે, દેશના કલ્યાણથી જ આપણું કલ્યાણ સંભવ થશે. આપણી તાકાત વિવિધતામાં એકતા છે.

દબાણ બનાવીને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો: મમતા
મમતાના જણાવ્યા પ્રમાણે, 2018માં સ્વામી વિવેકાનંદના ઐતિહાસીક ભાષણના 125 વર્ષ થતા અમેરિકામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હું ત્યાં જવા ઈચ્છતી હતી. પરંતુ પછી મને કહેવામાં આવ્યું કે, અમુક કારણોથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મને ખબર છે કે, આયોજક કર્તાઓ પર તેનું દબાણ ઉભુ કરવામાં આવ્યું હતું, કારણકે મેં ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post