• Home
  • News
  • શિક્ષણમંત્રીનો સંકેત, ધો.1થી 8ના બાળકો માટે દિવાળી પછી'ય સ્કૂલ નહીં ખુલે, ધો.9થી 12 ખોલવાની તૈયારીઓ શરૂ
post

દિવાળીના બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ: ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 11:54:58

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો. જેમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં તેવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના શિક્ષણ મંત્રીએ સંકેતો આપ્યા છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી'ય સ્કૂલ ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. દિવાળી વેકેશન પણ આ વર્ષે ટૂંકાવી દેવામાં આવ્યું છે.

સ્કૂલ સિવાય બધા જ સેક્ટરો ખુલી ગયા છેઃ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, ભારતમાં 7 જેટલા રાજ્યોમાં સ્કૂલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી તે બાબતે શિક્ષણ મંત્રી સાથે વેબિનારનું આયોજન થયું હતું. દરેક સેક્ટર શરૂ થઈ ગયા છે અને કોરોના પરિસ્થિતિને અનુકુળ બનતા ગયા છે. ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે પરંતુ પરિસ્થિતિને ધ્ચાને રાખી સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ. દિવાળીના વેકેશન બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો બધા જ જિલ્લામાંથી અભિપ્રાય આવ્યો છે. આ અભિપ્રાયની શિક્ષણમંત્રીએ પણ નોંધ કરી અને દિવાળી પછી ધો.9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ તેવો સંકેત આપ્યો છે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો તે સ્કૂલમાં 25-25 ટકાના ચાર પાર્ટ પાડી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શકાય. જે સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ.

સ્કૂલનો સમય પાંચ કલાકને બદલે ત્રણ કે સાડાત ત્રણ કલાક કરી શકાયઃ જતીન ભરાડ
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, બીજો એક અભિપ્રાય હતો કે, જેમાં અમુક વિદ્યાર્થીઓને સોમ, બુધ અને શુક્રવારે બોલાવી શકાય તો અમુકને મંગળ, ગુરૂ અને શનિવારે બોલાવી શકાય. અત્યારે સ્કૂલનો સમય પાંચ કલાક છે તેના બદલે ત્રણ કે સાડા ત્રણ કલાકનો કરી બે કે ત્રણ શિફ્ટની અંદર બોલાવી શકાય. હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો થાક્યા છે. હવે પરિસ્થિતિ એવી આવી છે કે સ્કૂલ હવે તાત્કાલિક શરૂ કરી દેવી જોઈએ. સરકાર પણ આ બાબત બહુ ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. અનલોક 5 ચાલી રહ્યું છે તેમાં સ્કૂલ એક જ વધી છે અને બાકીના બધા સેક્ટરો ખુલી ગયા છે.

તમામ જિલ્લામાંથી વેબિનાર મારફત અભિપ્રાયો લેવામાં આવશે
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, મોટા વિદ્યાર્થીઓ છે તે શારીરિક અને માનસિક રીતે સજાગ હોય જ છે અને તેને આપણે ગંભીરતા પણ સમજાવી શકીએ. શિક્ષકો પણ માનસિક રીતે કેવી રીતે કામ કરવું જોઈએ તેના માટે તૈયાર જ છે. હાલ 1થી 8 ધોરણ માટે કોઈ નિર્ણય લેવાણો નથી. આમ તો ધો. 9થી 10 માટે પણ કોઈ નિર્ણય લેવાયો નથી. આ માત્ર બધાના સજેસન લેવામાં માટેનો વેબિનાર હતો. જિલ્લા લેવલે પણ શિક્ષકો, વાલીઓ અને અધિકારીઓનો આવતા અઠવાડિયામાં વેબૉિનારથી અભિપ્રાય લેવામાં આવશે. બાદમાં બધાનો અભિપ્રાય આવ્યા બાદ જ દિવાળી પછી કંઈ તારીખથી સ્કૂલ શરૂ કરવી તેનો નિર્ણય સરકાર કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post